fbpx

પાટણના આરોવ પટેલે જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં અંડર ઇલેવન માં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો…

Date:

પાટણ તા. ૮
પાટણ જીમખાના મેદાન ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત તાજેતરમાં સ્કેટિંગ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ કેટેગરીના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લઈ ખેલ મહાકુંભમાં સહભાગી બન્યા હતા.

પાટણ જીમખાના મેદાન ખાતે આયોજિત કરાયેલ ખેલ મહાકુંભ અંતર્ગત અંડર ઇલેવન ઈન લાઈન સ્કેટિંગ સ્પર્ધામાં પાટણ ભૈરવ મંદિરમાં સેવા આપતા કનુભાઈ પટેલના પૌત્ર આરવ વ્યોમેશભાઈ પટેલે 1000 મીટર સ્કેટિંગ સ્પર્ધામાં ભાગ લઈ સમગ્ર જિલ્લામાં બીજો ક્રમાંક પ્રાપ્ત કરી પોતાના પરિવાર સહિત શાળા ને ગૌરવ અપાવ્યું છે.

આરવ પટેલની આ સિધ્ધિ બદલ તેની શાળા પરિવાર સહિત પરિવારજનોએ તેમજ આરવ પટેલના સ્કેટિંગ કોચ દેવ ઓઝા એ શુભેચ્છાઓ પાઠવી રમતગમત ક્ષેત્રમાં આરવ પટેલ ઉતરોતર પ્રગતિ કરે તેવી અભિલાષા વ્યકત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે કમ્યુટર હાર્ડવેર પર વર્કશોપ યોજાયો…

પાટણ તા. 20 ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના...

ભાજપના સ્થાપના દિવસ પર દેશભરમાં મોટા આયોજનની તૈયારી, પાર્ટી અધ્યક્ષે મહાસચિવો સાથે કરી બેઠક

ભાજપના સ્થાપના દિવસ પર દેશભરમાં મોટા આયોજનની તૈયારી, પાર્ટી અધ્યક્ષે મહાસચિવો સાથે કરી બેઠક ~ #369News

સિધ્ધપુર પો.સ્ટે.ના પ્રોહીગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો-ફરતો આરોપી આખરે ઝડપાયો..

પાટણ તા. ૨૭પાટણ જિલ્લાના સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં એક વર્ષ...

પાટણના સિદ્ધપુર અને સમી પંથકમાં કેન્સર ગ્રસ્ત બે ગાયોને નવજીવન બક્ષતી 1962 એમ્બ્યુલન્સની સેવા..

પાટણના સિદ્ધપુર અને સમી પંથકમાં કેન્સર ગ્રસ્ત બે ગાયોને નવજીવન બક્ષતી 1962 એમ્બ્યુલન્સની સેવા.. ~ #369News