google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

વિના મૂલ્યે મોટર ડ્રાઈવિંગ તાલીમ ના નવતર અભિયાન માં 550 મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું..

Date:

ગરીબ બહેનોને વિનામૂલ્યે તાલીમની સાથે સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે : સાંસદ..

સમગ્ર ભારતમાં પોતાના સંસદીય મતવિસ્તારની મહિલાઓને આત્મનિર્ભર કરવાના પ્રયત્ન બદલ પાટણ સાંસદને “વર્લ્ડ બુક્સ ઓફ રેકોર્ડસ – લંડન” સંસ્થા દ્વારા સન્માનિત કરાયા..

પાટણ તા. 15
એ.પી.એમ.સી. હોલ, નવા ગંજબજાર પાટણ ખાતે સાંસદ ભરતસિંહજી ડાભીનાં અધ્યક્ષસ્થાને “વિના મૂલ્યે મોટર ડ્રાઈવિંગ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલા તાલીમાર્થીઓ તાલીમ લેવા જોડાયા હતા.

આત્મનિર્ભર નારી અંતર્ગત “વિનામૂલ્યે મોટર ડ્રાઈવિંગ તાલીમ” એ સમગ્ર ભારતમાં સૌ પ્રથમવાર પાટણ સાંસદ દ્વારા આટલી વિશાળ સંખ્યામાં પાટણ લોકસભા મતવિસ્તારની નારી શક્તિને આત્મનિર્ભર કરવાના આશયથી આ અભિયાનનો શુભારંભ કરાવ્યો છે.આત્મનિર્ભર નારી અંતર્ગત “વિનામૂલ્યે મોટર ડ્રાઈવિંગ તાલીમ”માં 550 થી વધુ મહીલાઓએ આ નવતર અભિયાનમાં નોધણી કરાવેલ છે. આ નવતર અભિયાનમાં ત્રણ તબક્કા વાર વિના મુલ્યે તાલીમ આપવામાં આવશે.

જેમાં પ્રથમ તબક્કામાં 200 મહિલાઓને તાલીમ આપવામાં આવશે ત્યારબાદ બાકી રહેતી મહિલાઓને બે તબક્કામાં તાલીમ આપીને આત્મનિર્ભર કરવામાં આવશે. આત્મનિર્ભર નારી અંતર્ગત “વિનામૂલ્યે મોટર ડ્રાઈવિંગ તાલીમ”નો આશયપોતાના મત વિસ્તારની મહિલાઓ આત્મનિર્ભર બને અને મહિલા સશક્તિકરણની દિશામાં આગળ વધે અને પોતાના પરિવાર તેમજ સમાજને મદદરૂપ થઈ શકે તે રહેલો હોવાનું જણાવ્યું હતું. સમગ્ર ભારતમાં પોતાના સંસદીય મતવિસ્તારની મહિલાઓને આત્મનિર્ભર કરવાના પ્રયત્ન બદલ પાટણ સાંસદ ભરતસિંહ ડાભીને “વર્લ્ડ બુક્સ ઓફ રેકોર્ડસ – લંડન” સંસ્થા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગને સંબોધતા સાંસદ સભ્ય ભરતસિંહજી ડાભીએ જણાવ્યું હતું, કે મારાં કાર્યાલયમાં જે દીકરીઓએ ફોર્મ ભર્યું છે તેમણે વિનામૂલ્યે તાલીમ આપવામાં આવશે કોઈ દીકરી રહી ના જાય તેમની અમે ખાતરી રાખશું. આ તાલીમ થી જે દીકરીઓ કે મહિલાઓ બીજાના ઘરે જઈ કચરા પોતું કરતી હોય તથા ખેતરમાં દાડિયે જતી હોય તેમણે આત્મનિર્ભર બનાવવાનો વિચાર છે.

આ વિચાર મને દિલ્લીમાં રિક્ષા ચલાવતી, બસ ચલાવતી મહિલાઓને જોઈને આવ્યો કે અહી દીકરીઓ વાહન ચલાવી શકતી હોય ત્યારે મારા મત વિસ્તારની બહેનો કેમ પાછળ. રહે!. તેથી મારા મતવિસ્તારમાં ગરીબ બહેનોને વિનામૂલ્યે તાલીમની સાથે બહુ જ ગરીબ દીકરીઓને સ્ટાઇપેન્ડ પણ આપીને આત્મનિર્ભર કરવામાં આવશે. આ સ્ટાઇપેન્ડથી તેમના રોજીંદા જીવનમાં ખલેલ પડશે નહિ.અને તેઓ આત્મનિર્ભર બની શકશે. ઉપરાંત અમે એવી પણ વ્યવસ્થા કરશું જેથી દીકરીઓને ડ્રાઇવિંગનું પાકું લાઈશન્સ મળશે. ફરીથી કહેવાનું મન થાય છે કે આજે મને આટલી બધી મહીલાઓના દર્શન થયા તે બાબતની આજે ખુશી છે.આ પ્રસંગે સાંસદ ભરતસિંહજી ડાભી, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, કલેકટરઅરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારીડી . એમ. સોલંકી, પૂર્વ સદસ્યમહિલા આયોગ ડૉ. રાજુલબેન દેસાઈ, જિલ્લા પંચાયત પાટણના પૂર્વ પ્રમુખ મોહનભાઇ પટેલ, અશ્વિનભાઈ ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામે ડોર ટુ ડોર પ્રચાર દ્વારા લોકોને મતદાન અંગે જાગૃત કરવા તંત્રએ કમર કસી…

પાટણ તા. ૧૮લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત પાટણ જિલ્લામાં ત્રીજા...

પાટણ ઝીણીપોળ ખાતેના રામજી મંદિરે રામનવમી પવૅ ની ઉજવણી કરાઇ.

પાટણ તા. ૧૭પાટણ શહેરના ઝીણીપોળમાં આવેલ રામજી મંદિર ખાતે...

વિદેશી દારૂ નો જથ્થા ભરી ને જઈ રહેલ ક્રેટા ગાડી ઝડપી લેતી સાંતલપુર પોલીસ…

પાટણ તા. 29પાટણ જિલ્લાની સાંતલપુર પોલીસ ટીમે બાતમીના આધારે...