fbpx

હારીજ પાણી પુરવઠા વિભાગના ડ્રાઇવર નું હાટૅ એટેક થી મોત નિપજતા શોક છવાયો..

Date:

પાટણ જિલ્લામાં યુવાનો માં હાર્ટ એટેક ના વધી રહેલા કિસ્સાઓ ચિંતાજનક..

પાટણ તા. 3
છેલ્લા કેટલાક સમયથી પાટણ જિલ્લા માં યુવા વય ના વ્યક્તિઓને હાર્ટ એટેક આવવા ના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આવો જ એક હાટૅ એટેક નો હુમલો હારીજ પાણી પુરવઠા વિભાગમા ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા યુવાનને આવતા તેનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે મળતી હકીકત મુજબ છેલ્લા કેટલાક સમયથી પાટણ જિલ્લામાં હાટૅ એટેક થી મોત ના બનાવ માં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હારીજ પાણી પુરવઠા વિભાગની કચેરીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ સોલંકી ને ફરજ દરમિયાન માં અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેને સારવાર અર્થે હોસ્પિટલ માં ખસેડવા માં આવ્યો હતો પરંતુ હોસ્પિટલ માં ફરજ બજાવતા તબીબી દ્રારા તેઓને મૃત જાહેર કરાતા મૃતકના પરિવારજનો સહિત હારીજ પાણી પુરવઠા વિભાગના અધિકારી ઓ અને કમૅચારીઓ મા ગમગીની સાથે શોક ની કાલીમા છવાઈ જવા પામી હતી.હારીજ ખાતે પાણી પુરવઠા વિભાગ માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ સોલંકી નું હાર્ટ એટેક થી મોત થતાં અને પાટણ જિલ્લા માં છેલ્લા કેટલાક સમયથી યુવાનો હાટૅ એટેક થી મરતાં હોવાની ઘટનાઓને લઈ જિલ્લા વાસીઓ મા એક ચિતા નું મોજુ ફરી વળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

બળાત્કાર,અપહરણ અને પોક્સો ના ગુનામા નાસતા ફરતા આરોપીને હારીજ પોલીસે ઝડપ્યો.

બળાત્કાર,અપહરણ અને પોક્સો ના ગુનામા નાસતા ફરતા આરોપીને હારીજ પોલીસે ઝડપ્યો. ~ #369News

ભાજપ શાસિત હારીજ તાલુકા પંચાયત કોંગ્રેસે છીનવી..

ભાજપના બે સદસ્યોએ કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન આપતા હારીજ તાલુકા...