પાટણ તા. ૫
પાટણ લોકસભા સાંસદના ઉમેદવાર ભરતસિંહજી ડાભીનો વિજય થતાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તેઓની જીત બદલ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સહિત ભાજપના આગેવાનો, કાર્યકરોએ શુભેચ્છા ઓ પાઠવતા ભરતસિંહ ડાભીએ પોતાને જીત અપાવવા બદલ સ્થાનિક સંગઠનના હોદ્દેદારો, પદાધિકારી ઓ, કર્મઠ કાર્યકર્તાઓ તેમજ પાટણના મતદારોનો ખુબ ખુબ અભિનંદન સહ અંત: કરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ભાજપ આગેવાન સરદારભાઈ ચૌધરી,રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, નંદાજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર, પાટણ જીલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, પાટણ એ. પી. એમ. સી. ચેરમેન સ્નેહલભાઈ પટેલ, પૂવૅ પંચાયત મંત્રી રણછોડભાઈ રબારી, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી