માતાજીની શોભાયાત્રામાં કળશધારી કુંવાસી બહેનો સાથે મોટી સંખ્યામાં અનાવાડીયા પરિવારો જોડાયા..
માતાજી સન્મુખ નવચંડી મહાયજ્ઞ નો ભૂદેવના મંત્રોચ્ચાર સાથે પ્રારંભ કરાયો..
અનાવાડીયા પરિવાર દ્વારા આયોજિત બે દિવસે ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા સુંદર આયોજન કરાયું…
પાટણ તા. 4
પાટણ નજીક આવેલા અનાવાડા ગામે અંબાજી માતાના પરમ ભક્ત સ્વર્ગસ્થ હીરા ભાઈ નાથાભાઈ પટેલ પરિવાર દ્વારા સવંત 2054 વૈશાખ સુદ પૂનમ તારીખ 11-5-1998 ના રોજ સ્થાપિત કરાયેલા શ્રી અંબાજી માતા ના મંદિર પરિસર નો નવીન જીર્ણોદ્ધાર અના વાડિયા સમસ્ત પરિવારજનો દ્વારા અવસર 2023 થી બે દિવસીય તારીખ 4-5-2023 ના શુભ દિનથી ભક્તિ ભર માહોલમાં પ્રારંભ કરવા માં આવ્યો હતો.
અનાવાડિયા પરિવાર દ્વારા શ્રી અંબાજી માતાજીના મંદિરના જીર્ણોદ્ધારનો મંગલ પ્રારંભ માતાજીની ભક્તિમય માહોલ વચ્ચે શોભા યાત્રા વચ્ચે કરવામાં આવ્યો હતો.
જે શોભાયાત્રા સમસ્ત અનાવાડા ગામમાં પરિક્રમા કરી શ્રી અંબાજી માતાના નિજ મંદિર ખાતે સંપન્ન બની હતી.
માતાજી ની શોભાયાત્રામાં કળશ ધારી કુવાસી બહેનો સહિત મોટી સંખ્યામાં અના વાડીયા પરિવારના લોકો મોટી સંખ્યા માં જોડાયા હતા.
માતાજીના જય જય કાર અને ભક્તિ સંગીત ના સૂરો વચ્ચે નીકળેલી માતાજીની ભવ્ય શોભા યાત્રા થી સમગ્ર અનાવાડા ગામ માતાજી ના રંગે રંગાયુ હતું.
અનાવાડા ગામે શ્રી અંબાજી માતાજીના નવીન જીર્ણોદ્ધાર પ્રસંગે માતાજી સન્મુખ ભૂદેવના મંત્રોચાર વચ્ચે નવચંડી મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના યજમાન પદે અનાવાડીયા પરિવારના સભ્યોએ લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.
અનાવાડા સ્થિત શ્રી અનાવાડીયા પરિવારના અંબાજી માતાજીના મંદિરના નવીન જીર્ણો દ્ધાર ના આ પાવન પ્રસંગને સફળ બનાવવા માતાજીના ભુવા રમેશભાઈ હીરાભાઈ પટેલ પરિવાર સહિત શ્રી અનાવાડીયા પરિવાર ના ભક્તજનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હોવાનું શ્રી અંબાજી માતાજી ના નવીન જીર્ણોદ્ધાર કમિટીના સભ્યોએ જણાવ્યું હતું.