અકસ્માત સર્જી વાહન ચાલક પોતાનું વાહન લઈને ફરાર થતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા..
પાટણ તા. 8
પાટણ જિલ્લાના હારીજ હાઇવે માર્ગ પરથી પુર ઝડપે પસાર થઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે દુનાવાડા ગામના રહીશ મહેન્દ્રભાઈ પરમારને ટક્કર મારતા તેઓનું ધટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.
આ અકસ્માત ના બનાવ ની મળતી હકીકત મુજબ તારીખ 7 5 2023 ના રાત્રિના આશરે 10:30 વાગ્યાના સુમારે દુનાવાડા ગામના રહીશ સોમાભાઈ તેજાભાઈ ના દીકરા મહેન્દ્ર ભાઈ સોમાભાઈ પરમાર હારીજ હાઇવે રોડ ઉપર ઉભા હતા ત્યારે હાઇવે પરથી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે પસાર થઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે મહેન્દ્ર ભાઈ પરમારને ટક્કર મારતા તેઓને ગંભીર ઇજાઓ થવાથી તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મૃતક મહેન્દ્ર ભાઈ પરમારની લાશ 108 વાનમાં હારીજ સરકારી દવાખાને લવાઈ હતી અને પરિવારજનોને જાણ કરતા તેઓ પણ હોસ્પિટલ માં દોડી આવ્યા હતા.
અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી મહેન્દ્ર ભાઈ સોમાભાઈ પરમાર ઉમર વર્ષ 50 રહે. દુનાવાડા તાલુકો હારીજ જિલ્લો પાટણ ને ટક્કર મારી મોત નીપજાવી પોતાની વાહન લઈ નાસી ગયો હોય જે બાબતની હારીજ પોલીસે ફરિયાદ નોધી તપાસ ના ચક્રો ગતિશીલ બનાવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.