ગુજરાતના મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કરી પ્રજાપતિ સમાજના યુવાનોના આયોજનને સરાહનીય લખાવ્યું..
પ્રજાપતિ સમાજના સંતો મહંતોએ સમાજની એકતા અને અખંડિતતાના રૂડા આશીર્વાદ પાઠવ્યા.
પાટણ તા. 8
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રજાપતિ બિઝનેસ EXPO-2023 નું તારીખ 5 મે થી તારીખ 7 મે દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. જે આયોજનના આયોજકોને પ્રોત્સાહન પૂરું પાડવા પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના જ્ઞાતિબંધુઓએ પ્રજાપતિ બિઝનેસ EXPO – 2023 ની શનિવારે મુલાકાત લીધી હતી.
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આયોજિત પ્રજાપતિ બિઝનેસ EXPO-2023 મા પ્રજાપતિ સમાજના વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ,વેપારીઓએ પોતાના વ્યવસાયની ચીજ વસ્તુઓના સ્ટોલ ઉભા કરી સમાજના લોકોને પોતાના બિઝનેસ અને વ્યવસાય નું નિર્દર્શન સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તો સમાજના લોકોએ પણ આવા ઉદ્યોગપતિ અને વેપારીઓને પ્રોત્સાહિત કરવા તેઓના સ્ટોરમાંથી વિવિધ ચીજ વસ્તુઓની ખરીદી કરી સમાજની ભાવનાને ઉજાગરી કરી હતી.
પ્રજાપતિ બિઝનેસ EXPO -2023 નું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના રાજકીય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યુ હતું. ગુજરાતમાં સૌ પ્રથમવાર પ્રજાપતિ સમાજના નવ યુવાનો દ્વારા આયોજિત કરાયેલા આ ભવ્યાતિ ભવ્ય આયોજન ની મુખ્યમંત્રી સહિત ના રાજકીય મહાનુભાવો એ સરાહના કરી દરેકસ્ટોલની મુલાકાત કરી આયોજકો ને શુભેચ્છાઓ પાઠવી હતી.
આયોજકો દ્રારા બિઝનેસ ની સાથે સાથે સમાજની એકતા, અખંડિતતા અને સમાજ ભાવનાને ઉજાગર કરવા ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.શનિવારે પ્રજાપતિ બિઝ નેસ EXPO- 2023 નું આયોજન કરનાર પ્રજાપતિ સમાજના યુવાનો સહિત સમાજના લોકોને આશિર્વાદ આપવા પ્રજાપતિ સમાજ ના જુદી જુદી જગ્યાઓના સંતો મહંતો પૈકી પ. પૂ. વાસુદેવ મહારાજ, પ.પૂ.દલસુખ રામ બાપુ , શ્રીસાઈ ચરણદાસ બાપુ,શ્રી સીતારામ ગીરી મહારાજ,પુ.યોગનિષ્ઠમા અગ્નિ શિખાજી , પ.સદગુરૂ સંત શ્રી પ્રમુખ દાદા, પૂ. દિલીપ દાસ બાપુ,મહંત શ્રી ભરતગીરી બાપુ સહિત નાઓએઉપસ્થિત રહી પ્રજાપતિ સમાજ નો મહિમા અને તેના પ્રભુત્વ વિશે જણાવી સંતો ના સમાગમ થકી જ સમાજ ની એકતા, અંખડીતતા સાથૅક બનતી હોવાનું જણાવી રૂડા આશીર્વાદ પાઠવ્યા હતાં.
આ પ્રસંગે પ્રજાપતિ બિઝનેસ -EXPO 2023 ના આયોજક હિતેશ પ્રજાપતિ,મુકેશપ્રજાપતિ, યશ પ્રજાપતિ, નિલેશ પ્રજાપતિ અને સુમિત પ્રજાપતિ સહિત ની સપોટૅર ટીમ દ્વારા સંતો, મહંતો અને સમાજ આગેવાનો નું સ્વાગત સન્માન કરી આવકારી આભારની લાગણી વ્યક્ત કરી હતી.