fbpx

સાંતલપુર સિવિલ પાસે પાકૅ કરેલ ટ્રક સાથે અન્ય ટ્રક ટકરાતા ટ્રકનો ભુક્કો બોલી ગયો..

Date:

અકસ્માત માં ડ્રાઇવર ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયો..

પાટણ તા. 21 સાંતલપુર સિવિલ પાસે ગાંધીધામ થી આવતી લાકડા ભરેલી પાકૅ કરેલી ટ્રક સાથે અન્ય ટ્રક ધડાકા ભેર ટકરાતા ટ્રક પલટી મારી ગઈ હતી તો પાકૅ કરેલી ટ્રક ભુક્કો બોલી ગયો હતો આ ગમખ્વાર અકસ્માતમાં ડ્રાઈવરને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

બનાવની મળતી માહિતી મુજબ સાંતલપુર હાઇવે માગૅ પર અવારનવાર નાના મોટા માગૅ અકસ્માત ના બનાવો સજૉતા હોય છે ત્યારે ગુરુવારે મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ સાંતલપુર સિવિલ હોસ્પિટલ પાસે પાકૅ કરેલી ટ્રકને ગાંધીધામ બાજુ થી લાકડા ભરી ને આવતી ટ્રકે ધડાકાભેર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં લાકડા ભેરલી ટ્રક પલટી મારી ગઈ હતી તો સામે ઉભેલી ટ્રકને ધડાકાભેર ટક્કર મારતા ટ્રક ના આગળ ના ભાગ નો ભુક્કો બોલી ગયો હતો.

અકસ્માત ની જાણ થતાં લોકો ધટના સ્થળે દોડી આવ્યા હતા અને આ અકસ્માત માં ડ્રાઈવર ને ગંભીર ઇજા પહોચી હોય તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાવામાં આવ્યો હતો. આ અકસ્માત ના બનાવની પોલીસ ને જાણ થતાં તેઓએ ધટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

કરૂણા1962 એમ્બ્યુલન્સ ની સેવાના સફળ 6 વર્ષ પૂર્ણ થયા..

પાટણ તા. 6 ગુજરાત પશુપાલન ખાતુ તેમજ Emri green...

ફતેહસિંહરાવ લાઇબ્રેરીના મને જાણો કાર્યક્રમ અંતર્ગત “મનનો માળો’” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું..

પાટણ તા. 17પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા...