બનાવના પગલે ગુજરાત વાલ્મિકી યુવા સંગઠન દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર સુપ્રત કરી રજુઆત કરાઈ..
પાટણ તા. 20
પાટણની ધારપુર હોસ્પિટલમાં સફાઈ કોન્ટ્રાક્ટર ની એજન્સી દ્વારા વાલ્મિકી સમાજના સફાઈ કામદારને ફરજ પરથી છૂટા કરવાની બાબતને લઈ વાલ્મિકી સમાજ નો યુવાન બેકાર બનતા તેને બેકારી ના કારણે ધારપુર કેમ્પસમાં જ ઝેરી દવા ગટગટાવી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોય જે બાબતની ઘટનાના ઘેરા પડઘા સમસ્ત વાલ્મિકી સમાજમાં પડ્યા હોય ધારપુર હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ સફાઈ કર્મચારીઓએ સફાઈ કામથી અળગા રહી વિરોધ પ્રદર્શન કરી ગુજરાત વાલ્મીકી યુવા સંગઠન ના નેજા હેઠળ શનિવારના રોજ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરી મૃતકના પરિવારજનોને મૃત્યુ સહાય ચૂકવવા સરકાર પાસે માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત વાલ્મિકી યુવા સંગઠન દ્વારા કલેકટરને અપાયેલા આવેદનપત્ર માં જણાવ્યું હતું કે ધારપુર સીવીલ હોસ્પીટલ માં સફાઈ કર્મી મૃતક વિક્રમભાઈ ખેતાભાઈ વાલ્મીકીના પરિવાર ને ધારપુર સિવીલ હોસ્પિટલ અને સરકાર તરફથી મળવા પાત્ર સહાય તાત્કાલીક ધોરણે આપવી,મૃતક ના પરિવાર માંથી કોઈપણ એક સભ્યને ધારપુર સિવીલ હોસ્પિટલ ખાતે કાયમી રોજગાર મળે તેવી વ્યવસ્થા કરવી, હાલમાં સિવીલ ખાતે ચાલતા સફાઈનો કોન્ટ્રાકટ ની એજન્સી ડી. બી. એન્ટરપ્રાઇઝ ના માલીક તથા સુપર વાઈઝરો દ્વારા કર્મચારીઓ સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ તથા વ્યવહાર કરવામાં આવે છે.
તથા કર્મચારીઓ જો 10 મીનીટ મોડા આવે તો તેઓની હાજરી કાપી દઈ આખો દિવસ પોતાના ખેતરમાં તથા પોતાના અંગત કાર્યો કરાવતા હોય તથા મોટી ઉંમર ના કર્મચારીઓને એવી ધમીકીઓ આપવા માં આવે છે કે 50 વર્ષ ના ઉપરના કર્મચારી ઓ ને છુટા કરવાનો ઉપરથી આદેશ હોઈ તેવું જણાવી તેઓને ઓછા પગારે મજુરી કરાવી તેઓનો શારીરીક માનશીક તેમજ આર્થિક નુકશાન કરતા હોઈ આ ડી.બી. એન્ટરપ્રાઈઝ એજન્સીનો કરાર તાત્કાલીક ધોરણે રદ કરવો,સિવીલ ખાતે કામ કરતા તમામ સફાઈ કર્મચારીઓને સરકારી ધારા ધોરણ મુજબ લધુત્તમ વેતન ન ચુકવી માત્ર રૂપિયા પાંચ થી સાત હજાર માં આખો મહિનો મંજૂરી કરાવતા હોઈ આ કર્મચારી ઓ ને લઘુતમ વેતન ધારા મુજબ અથવા તો દૈનિક સરકાર ના ધારા ધોરણ મુજબ નું ભથ્થુ ચુકવવા માં આવે, કર્મચારી ઓ ને પી.એફ.મેડીકલ, વિમાની સવિધા મળી રહે તેવી જોગવાઈ કરવામાં આવે તેવી માગ કરી હોવાનું જાણવા મળ્યું છે.