પાટણ તા. 9
પાટણ કનસડા દરવાજા સ્થિત સરદાર પટેલ રમતગમત સંકુલની સાથે શહેરના બે શૈક્ષણિક કેમ્પસોમાં ખેલે ગુજરાત સમર કેમ્પ અંતર્ગત ૧૦ દિવસીય સમર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે . આ કેમ્પમાં વહેલી સવારથી જ બાળકો ઉત્સાહભેર વિવિધ રમતોની મજા માણી રહયા છે .કેમ્પના સમાપનના દિવસે ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્રો તેમજ કેમ્પની કીટ આપી સન્માનીત કરવામાં આવશે .
ખેલે ગુજરાત સમર કેમ્પ ૨૦૨૨ – ૨૩ અંતર્ગત રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ ગાંધી નગર પ્રેરિત રાજયના વિવિધ જીલ્લા ઓમાં તા .૧ મે થી ૧૦ મે સુધી તાલુકા અને જીલ્લા કક્ષાના સમર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે .જે અનુસંધાને પાટણ જીલ્લા રમતગમત અને પ્ર શિક્ષણ કેન્દ્ર ના ઉપક્રમે સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે તા .૫ મી મે થી સમર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો . આ કેમ્પ માં જિલ્લા કક્ષાની બાસ્કેટ બોલ, સ્વીમીંગ, ટેનિસ,બેડ મિન્ટન , વોલી બોલ જેવી વિવિધ રમતોમાં ૩૦૦ થી વધુ ખેલાડી ઓ રમતોનો આનંદ માણી રહ્યા છે.
જયારે એમ એન હાઈસ્કૂલ કેમ્પસમાં ટેકવેન્ડો જેવી જીલ્લા કક્ષાની રમતોનો સમર કેમ્પ માં સમાવેશ કરવામાં આવ્યો છે .જેમાં ૭૫ બાળકો ભાગ લઈ રહ્યા છે . જ્યારે આદર્શ હાઈસ્કૂલ માં જિલ્લા કક્ષાના વોલીબોલ ,જુડો અને તાલુકા કક્ષાની વોલીબોલ ની રમતો ના સમર કેમ્પ માં ૧૮૦ બાળકો ભાગ લઈ રહ્યા છે જે આગામી ૧૨ મી મેના રોજ ૮ દિવસીય સમર કેમ્પ નો સમાપન સમારોહ યોજાશે . આ સમારોહમાં સમર કેમ્પમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને રમતગમત વિભાગ દ્વારા કેપ ટી શર્ટ તેમજ પ્રમાણપત્રો આપી સન્મા નીત કરવામાં આવશે . તેમજ આ કેમ્પ માં આવતા બાળકો ના આરોગ્ય ની પણ ખાસ તકેદારી રાખી ને તેમને રોજ સવારે પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે .તેમ વ્યાયામ શિક્ષક અને આ સમર કેમ્પ ના કોચ કુબેર ભાઈ ચૌધરી એ જણાવ્યું હતું.