fbpx

સિધ્ધપુર પોલીસ વિસ્તારની હદ માથી ભુજ-કચ્છ રેન્જ ની ક્રાઈમ સેલ ટીમે વિદેશી દારૂ ના જથ્થા સાથે રૂ. 6.70 લાખ નો મુદામાલ ઝડપ્યો.

Date:

મહેસાણા તરફ સ્વિફ્ટ કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી..

પાટણ તા. 9
પાટણ જિલ્લાના સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી swift કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને મહેસાણા તરફ જઈ રહેલ એક શખ્સને ભુજ કચ્છ રેન્જ ની ક્રાઈમ સેલ ટીમ દ્વારા આબાદ ઝડપી વિદેશી દારૂના જથ્થા સાથે રૂપિયા 6.70 લાખના મુદ્દા માલ ને હસ્તગત કરી સિદ્ધપુર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી માટે સોપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ ભુજ કચ્છ રેન્જ ના મહાનિરીક્ષક ની સુચના અનુસાર ભુજ કચ્છ રેન્જ ની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા રેન્જમાં પ્રોહિબીશનના ગુના શોધી કાઢવા પો.ઇન્સ.ટી.આર ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ છે.એ.એસ.આઇ નરપત સિહ ભાવુભા તથા પો.હેડ.કોન્સ વિપુલ ભાઈ ખોડાભાઇ નાઓ પાટણ જીલ્લા ના સિધ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રો લીંગ કરી રહ્યા હતા તે દરમ્યાન તેઓ ને ખાનગી રાહે માહીતી મળેલ કે એક સ્વીફ્ટ ગાડી કારમાં વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને મહેસાણા તરફ જનાર છે જે હકીકત આધારે પંચો ને સાથે રાખીને ચાર રસ્તા નજીક નાકા બંધી કરી ઉભા હતા તે દરમ્યાન હકીક્ત મુજબ ની ગાડી આવતા તેને રોકાવી ગાડી ચાલકનું નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ હિંમતસિંહ માધવસિહ ઝાલા રહે.કટોસણ તા. જોટાણા જી.મહેસાણા વાળો હોવાનું જણાવતો હોઇ અને સદર ગાડીની વચ્ચેની સીટીમાં તેમજ ડેકીમાં ભારતીય બનાવટની વદેશી દારૂની પેટીઓ ભરેલ હોય જે સ્થળ ઉપર ગણવી હિતાવહ ન હોય ઇસમને દારુ ભરેલ સ્વીફટ ગાડી સાથે સિધ્ધપુર પોલીસ સ્ટેશન લાવી વિદેશી દારૂ ની ગણતરી કરતાં બોટલ નંગ- 1458 કિ. રૂ.1,60,608 અને સ્વીફ્ટ ગાડી કિ. રૂ. 5 લાખ, એક મોબા ઇલ કિ. રૂ. 10 હજાર મળી કુલ રૂ.6.70, 608 ના મુદામાલ સાથે હિંમત સિંહ ઝાલા રહે. કટોસણ ની અટકાયત કરી વિદેશી દારૂ ની હેરાફેરી મા સંકળાયેલા મથુર સિંહ ઉર્ફે મનુહરસિહ પારખનસિંહ રહે.માવલ તા. શિરોહી અનેબકુભા પારખનસિંહ માવલ તા.શિરોહી વાળા ને ઝડપી લેવા ચક્રો ગતિ માન કયૉ હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ગુજરાત રાજ્ય હજકમીટી અને પાટણ હાજી ખિદમત કમીટી ના સંયુકત ઉપક્રમે હજ યાત્રિકો માટે તાલીમ-માર્ગદર્શન કેમ્પ યોજાયો..

ગુજરાત રાજ્ય હજકમીટી અને પાટણ હાજી ખિદમત કમીટી ના સંયુકત ઉપક્રમે હજ યાત્રિકો માટે તાલીમ-માર્ગદર્શન કેમ્પ યોજાયો.. ~ #369News

પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં કાર્યરત ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના પ્રાદેશિક કેન્દ્ર એ એવોર્ડ પ્રાપ્ત કર્યો…

પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં કાર્યરત ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના પ્રાદેશિક કેન્દ્ર એ એવોર્ડ પ્રાપ્ત કર્યો… ~ #369News