fbpx

મર્ડર ના ગુનામાં સજા પામેલ અને પેરોલ રજા ઉપરથી ફરાર થયેલ આરોપીને ચાણસ્મા પોલીસ ઝડપી લીધો..

Date:

પાટણ તા. 9
પેરોલ રજા તથા ફર્લો રજા તેમજ વચગાળાના જામીન ઉપર છુટી જેલ ફરાર થયેલ હોઇ તેવા કેદીઓને પકડી પાડી પરત જેલ હવાલે કરવા જિલ્લા પોલીસ વડા દ્રારા કરેલ સુચના આધારે તેમજ ના. પો.અધિ.ડી.ડી.ચૌધરી રાધનપુર નાઓ ના સીધા માર્ગદર્શન હેઠળ મંગળવારે ચાણસ્મા પોલીસ સ્ટાફના માણસો ચાણસ્મા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે ચાણસ્મા પો.સ્ટે પાર્ટ એ ગુ.૨ નં ૧૮૬/૨૦૧૪ ઇ.પી.કો કલમ ૩૦૨ વિ મુજબના ગુનાના કામનો આરોપી કિશોરજી વિક્રમજી ભગાજી હડીયોલ રહે.જૈન દેરાસર વાસ તા.ચાણસ્મા જી.પાટણ વાળો મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે આજીવન કેદની સજામાં હોઇ જે આરોપી તા-૨૮/૧૧/૨૨ થી તા-૧૩/૧૨/૨૦૨૨ સુધી વચગાળા ના જામીન રજા ઉપર હોઇ મજકુર કેદીનો નં-ડ/૧૫૭૦૩ નો છે જેને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે તા-૧૩/૧૨/૨૦૨૨ ના રોજ હાજર થવાનુ હોઇ પરંતુ સદરી આરોપી હાજર થયેલ નથી અને આ કેદી હાલમાં લણવા ગામે તેના ઘર આગળ બેસેલ છે જેથી આ કેદી હાલમાં ફરારી હોઇ તાત્કાલીક સદરી કેદીને ચાણસ્મા પોલીસે પકડી પાડી કાયદેશરની કાર્યવાહી કરી બાકીની સજા ભોગવવા સારૂ અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલી આપેલ હોવાનું પોલીસ સુત્રો એ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના સરહદી વિસ્તારની પાણીની સમસ્યાને નિવારવા જિલ્લા કલેક્ટરે રૂબરૂ મુલાકાત લીધી..

પાટણના સરહદી વિસ્તારની પાણીની સમસ્યાને નિવારવા જિલ્લા કલેક્ટરે રૂબરૂ મુલાકાત લીધી.. ~ #369News

પાટણ સાયન્સ સેન્ટર ખાતે સરસ્વતી તાલુકા કક્ષાની સક્ષમ શાળા અંતગૅત શિક્ષકોની તાલીમ શિબિર યોજાઈ..

પાટણ તા. ૧૯સમગ્ર શિક્ષા કચેરીના સહયોગથી સરસ્વતી તાલુકા કક્ષાનો...

સાતલપુર ના પીપરાળા ગામના પ્રભુ ભગત ચારધામની સાયકલ યાત્રા કરી 82 દિવસે પરત આવતા ભવ્ય સામૈયું કરાયું…

પાટણ તા. ૧૨પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામના પ્રભુ...

પાટણ પાલિકા વિસ્તારમાં આવતાં હાસાપુર-બોરસણ લીંક રોડ પર છેલ્લા બે માસથી ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા..

પાલિકા સત્તાધીશો સમક્ષ અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય.. ભૂગર્ભ ગટર...