fbpx

ગાંધીનગર: કલોલમાં આજે સવારે સર્જાયો ગોઝારો અકસ્માત,5 ના મોત, 7 ને ગંભીર ઇજા

Date:

કલોલમાં બુધવાર વહેલી સવારે એક ગમ ખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી કલોલ અંબિકા બસ સ્ટેન્ડ નજીક ઊભેલી ST બસની પાછળ ધડાકા ભેર અથડાઈ હતી.

કલોલમાં બુધવાર વહેલી સવારે એક ગમ ખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી કલોલ અંબિકા બસ સ્ટેન્ડ નજીક ઊભેલી ST બસની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આથી વાહનની રાહ જોતા કેટલાક મુસાફરો એસટી બસની અડફેટે આવ્યા હતા. આ ગોઝારા અકસ્માતમાં 5 મુસાફરો ના મોત થયા છે જ્યારે 7 લોકોને ઇજા થઈ હોવાની માહિતી છે. આ મામલે જાણ થતા સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ,બુધવારે વહેલી સવારે કલોલના અંબિકા બસ સ્ટેન્ડ પર કેટલાક મુસાફરો પોતાના કામ-ધંધા અર્થે વાહનની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે એક એસટી બસ પણ ત્યાં ઊભી હતી. આ એસટી બસની આગળ મુસાફરો ઊભા હતા. દરમિયાન પૂર પાટ ઝડપે આવતા લક્ઝરીચાલકે બેફામ રીતે લક્ઝરી હંકારી એસટી બસની પાછળ ધડાકા ભેર ટક્કર મારી હતી. આથી એસટી બસ આગળ ઊભેલા મુસાફરો પર ચઢી હતી. એસટી બસના તોતિંગ ટાયર કેટલાક મુસા ફરો પર ફરી વળ્યા હતા. આ ગોઝારા અકસ્માત માં ચાર મહિલા સહિત કુલ 5 લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા છે. જ્યારે 7 લોકોને ઇજા થતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા માં આવ્યા છે.

7 પૈકી બે ઇજાગ્રસ્તોની હાલત ગંભીર

આ અકસ્માતના પગલે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા. જ્યારે પોલીસને પણ આ મામલે જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક જામ ક્લિયર કરાવી ને મૃતકો તેમ જ ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ લઈ જવાયા છે. માહિતી મુજબ, 7 પૈકી બે ઇજાગ્રસ્તોની હાલત વધુ ગંભીર હોવા થી તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ઓડિશામાં ત્રણ ટ્રેનોની ટક્કર: અત્યાર સુધીમાં 288 લોકોના મોત, વધી રહ્યો છે મૃત્યુઆંક

ઓડિશામાં ત્રણ ટ્રેનોની ટક્કર: અત્યાર સુધીમાં 288 લોકોના મોત, વધી રહ્યો છે મૃત્યુઆંક ~ #369News

ગંગોત્રી અને યમુનોત્રી ધામના દ્વાર ખુલ્યા, પુષ્પવર્ષાથી કરવામાં આવ્યું તીર્થયાત્રીઓનું સ્વાગત 

અક્ષય તૃતીયા નિમિત્તે આજે શનિવારે ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ઉનાળાની ઋતુમાં...

સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને ક્રિષ્ના ગ્રુપ દ્વારા સર્વ સમાજના ઉમેદવારો માટે વ્યવસ્થા કરાઈ

સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને ક્રિષ્ના ગ્રુપ દ્વારા સર્વ સમાજના ઉમેદવારો માટે વ્યવસ્થા કરાઈ ~ #369News

પાટણ નગરપાલિકા ને ગુજરાત સરકાર દ્રારા અધતન ટેકનોલોજી સાથેની ઈમરજન્સી રેસ્ક્યુ વ્હિકલ ની ભેટ..

પાટણ નગરપાલિકા ને ગુજરાત સરકાર દ્રારા અધતન ટેકનોલોજી સાથેની ઈમરજન્સી રેસ્ક્યુ વ્હિકલ ની ભેટ.. ~ #369News