google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ગાંધીનગર આયોજિતકલા ઉત્સવમાં કે.કે ગર્લ્સ હાઈસ્કૂલની બાળાઓ ઝળકી..

Date:

પાટણ તા. 22 GCERT- ગાંધીનગર દ્વારા આયોજિત G-20 વસુધૈવ કુટુમ્બકમ થીમને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિ તેમજ વિવિધ કૌશલ્યોમાં પ્રેરણા મળી રહે તે માટે કલાઉત્સવ -2023 ની ઉજવણી શેઠ શ્રી બી. ડી.હાઇસ્કૂલ – પાટણ ખાતે આવેલ શ્રી ત્રિભોવન ભાઈ પટેલ સભા ખંડમાં કરવામાં આવી હતી.

આ પ્રસંગે આચાર્ય ડો. બી.આર. દેસાઈ દ્વારા ગાયન, વાદન (સંગીત) ચિત્ર (ચિત્રકલા), કવિતા લેખન (સાહિત્ય) એમ વિવિધ કૌશલ્યોની સ્પર્ધાના નિયમો વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ ઉપરોક્ત સ્પર્ધામાં કે. કે. ગલ્સૅ શાળાની વિદ્યાર્થિનીઓએ સંગીત વિભાગની ગાયન કલામાં કુ.રિંકુ હરજીવન ભાઈ પરમાર (પ્રથમ), અને વાદનકલામાં(તૃતીય),સાહિત્ય વિભાગની કવિતા લેખનમા કુ.સ્નેહા જશવંતભાઈ જાદવ (પ્રથમ), ચિત્રકલા માં કુ.અનિતા પટણી ( પ્રથમ ) નંબર મેળવી શાળાને ગૌરવ આપાવ્યું છે.

કલાઉત્સવમાં ભાગ લેનાર તેમજ વિજેતા પામનાર સૌ વિદ્યાર્થિનીઓને શાળાના આચાર્ય ડો. દિનેશભાઈ પ્રજાપતિ તેમજ શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. આ સમગ્ર કૃતિ તૈયાર કરાવવામાં શાળાના સંગીત શિક્ષક કમલેશભાઈ સ્વામીએ જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં ગારમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાન નું હૃદય રોગના હુમલામાં નિધન થયું…

પાટણ તા. ૯પાટણના જાણીતા આર્ટિસ્ટ ભરતકુમાર પેઈન્ટરના પુત્ર અને...

શ્રી પાંચ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાટણનો 36 મોં સ્નેહ મિલન સમારોહ યોજાયો..

સમાજના તેજસ્વી તારલાઓ,દેહદાન કરનાર સ્વજન નાં પરિવારજનો નું સન્માન...