fbpx

પાટણની બી.ડી.એસ આર્ટસ,સાયન્સ અને કોમર્સ કોલેજ માં કારગિલ વિજય દિવસ ઉજવાયો..

Date:

પાટણ તા. 26
તા. 26 જુલાઈ એટલે કે કારગિલ વિજય દિવસ…આ દિવસને કારગીલ વિજય દિવસ ના રૂપમાં દેશ ઉજવે છે. 1999 માં આ જ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ 60 દિવસ સુધી ચાલેલા યુદ્ધનો અંત આવ્યો હતો. આ તે દિવસ છે જ્યારે ભારતના વીર સપૂતોએ જમ્મુ- કાશ્મીરના કારગિલના શિખરો પરથી પાકિસ્તાની સેનાને હાંકી કાઢી હતી અને ‘ઓપરેશન વિજય’ સફળતા પૂર્વક પાર પાડ્યું હતું..

ત્યારે આજરોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત આર્ટસ, સાયન્સ અને કોમર્સ કોલેજ પાટણ ખાતે સીમા જાગરણ મંચ પાટણ અને એન.એસ.એસ વિભાગના સંયુક્ત ઉપક્રમે કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા હેમચંદ્રાચાર્ય ઉત્તર યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગ ના અધ્યાપક ભરતભાઈ ચૌધરીએ કારગીલ વિજય દિવસ ઉપર ખૂબ જ સુંદર વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમમાં સીમા જાગરણ મંચ ના અધ્યક્ષ પારસ ભાઈ ઠક્કર, દિલીપભાઈ ઠક્કર, કિરણ ભાઈ દેસાઈ, નિરવભાઈ દવે, ભોજાભાઈ આહીર , ગોવિંદ પ્રજાપતિ સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ…

પાટણ તા. ૧૨જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા નાગરિક પુરવઠા...

યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગ ના છાત્રો એ ફુડ ફેસ્ટિવલ ની ઉજવણી કરી..

વિધાર્થીઓ દ્રારા તૈયાર કરાયેલ ખાણી પીણીના સ્ટોલ ઉભા કરાયા… પાટણ...