પાટણ તા. 11
પાટણ જિલ્લાના ટોપ ટેન ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા અને રૂ. 10,000 નું ઇનામ જાહેર કરેલ આરોપીને પાટણ એલસીબી પોલીસ ટીમે ઝડપી કાય દેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે મળતી હકીકત મુજબ પોલીસ મહાનિરીક્ષકજે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા ઇન્ચાર્જ મે. પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ (IPS) પાટણ નાઓની સુચના મુજબ પોલીસ ઇન્સપેક્ટર આર.કે.અમીન એલસીબી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પેરોલ ફર્લો તથા વચગાળાના તથા જેલ ફરારી તેમજ નાસતા-ફરતા આરોપી/કેદીઓ પકડવા સારૂ વાગડોદ પો.સ્ટે વિસ્તારના જંગરાલ મુકામે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ચાણસ્મા પો.સ્ટે.ગુ.૨. નં-૧૧૨૧૭૦૦૬૨૧૧૦૨૪/ ૨૦૨૧ ધી ગુજરાત કંન્ટ્રોલ ઓફ ટેરેરીઝમ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ (GUJCTOC) ૨૦૧૫ની કલમ-૩(૧)(ii),૩(૨),૩(૩),૩(૪) વિગેરે મુજબના ગુન્હાના કામના ભાવેશ ઝીલીયા ગેંગના ત્રણ આરોપીઓ અગાઉ પકડાઇ ગયેલ હોઇ અને આ ગુનાના કામના બે આરોપીઓ વૉન્ટેડ હોઇ જે પૈકીના આરોપી દેસાઇ શૈલેષ ભગવાન ભાઇ રહે. અબલુવા તા.સરસ્વતી જી.પાટણવાળો હાલમાં અબલુવા ગામે તેના ઘરે હાજર છે. તેવી હકીકત મળતા સદરી આરોપીના ઘરે તપાસ કરતા તે હાજર મળી આવેલ અને સદરી આરોપીને પકડવા માટે પોલીસ અધિક્ષક પાટણ ના નં.૧૨૯/એલ.સી.બી./ના.ફ/ઇનામ૪૯૫૨/૨૦૨૨તા.૩૧/૧૨/૨૦૨૨થી સદરી નાસતા ફરતા આરોપીને પકડવા તેમજ માહીતી આપનારને રોકડમાં ઇનામ આપવા ઠરાવવામાં આવેલ હોઇ અને સદર આરોપીનુ CRPC કલમ-૭૦ મુજબનુ વોરંટ હોઇ, જેથી સદરીને CRPC કલમ-૪૧(૧)આઇ. મુજબ અટક કરી આગળની કાર્યવાહી કરવા સારૂ ચાણસ્મા પો.સ્ટે સુપ્રત કરવામાં આવેલ છે અને સદર ગુનાની તપાસ ના.પો.અધિક્ષક કે.કે.પંડ્યા ચલાવી રહેલ છે.
રૂ.10 હજારનું ઈનામ જાહેર કરેલ અને GUJCTOCના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પાટણ LCBએ ઝડપ્યો.
Date: