પાટણ તા. 13 પાટણ શહેરની એમ.એન. હાઈસ્કૂલ ખાતે થી રવિવારે 15 મી ઓગસ્ટ અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પાટણ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ના સંયુક્ત ઉપક્રમે માર્ચપાસ્ટ,તિરંગા પરેડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો સહિતએનસીસી બાળકો અને સ્કૂલ ના વિદ્યાર્થીઓ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ જોડાયા હતા.
પાટણ શહેરની એમ એન હાઈસ્કૂલ ખાતે આઝાદીના પર્વ પૂર્વે શહેરમાં દેશભક્તિનો માહોલ ઉભો થાય અને સૌ લોકો માં દેશ પ્રેમની ભાવના વધુ પ્રબળ બને તેવા ઉદ્દેશ સાથે શહેરમાં પોલીસ તંત્ર અને વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે રવિવારના સાંજે શહેરની એમ એન હાઈસ્કૂલ ખાતે થી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી.
એમ.એન હાઈસ્કૂલથી પ્રસ્થાન પામેલ આ યાત્રા શહેરના મેઈન બજાર, દોશીવટ,બજાર, હિંગળા ચાચર , બગવાડા થઈ રેલવે સ્ટેશન ખાતે સંપન્ન થઈ હતી. આ ત્રિરંગા યાત્રામાં પોલીસ તંત્ર, વહીવટી તંત્ર ની સાથે શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓ, દેશ પ્રેમીઓ અને શાળાના બાળકો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા.
અહેવાલ યશપાલ સ્વામી