સીઈઓ ડો. યોગેશાનંદ ગોસ્વામી સહિતના મહાનુભાવો એ ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો..
પાટણ તા. 13
12 મેં ને સમગ્ર દુનિયામાં ફ્લોરેન્સ નાઈન્ટેગલની યાદમાં નર્સિંગ ડે મનાવવામાં આવે છે. જે નિમિતે ધારપુર નર્સિંગ ડિપાર્ટમેન્ટ GMERS મેડિકલ કોલેજ હોસ્પિટલ ધારપુર ખાતે “એક શામ ફ્લોરેન્સ નાઈન્ટેગલ કે નામ”ગીત સંગીત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રોગ્રામનું સફળ આયોજન ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ સુમનબેન મૌર્ય તેમજ સમસ્ત નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નેચર કેર ફાઉન્ડેશન અને અન્ય દાતાઓનો અમૂલ્ય ફાળો રહ્યો હતો. પ્રોગ્રામમાં હાજર રહેલ મહેમાનો GMERS મેડિકલ કોલેજના સીઈઓ ડૉ.યોગેશાનંદ ગોસ્વામી , GMERS મેડિકલ કોલેજના ડીન ડૉ.હાર્દિકભાઈ શાહ, હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ પારુલબેન શર્મા, GMERA મેડિકલ હોસ્પિટલના ડેપ્યુટી નર્સિંગ સુપ્રીટેન્ડેન્ટ સુમનબેન મૌર્ય, RMO ડૉ. હિતેશ ગોસાઈ , ડૉ.રમેશભાઈ પ્રજાપતિ, ડૉ પરેશભાઈ પટેલ, નર્સિંગકોલેજના પ્રિન્સીપાલ મહેશ ચંદ્ર પાટીદાર તેમજ નર્સિંગ સ્ટાફના કેસીબેન, અલ્પાબેન, નીતાબેન સાગર, કલ્પના પરમાર, પલકેશ પટેલ, નરેન્દ્રભાઈ યાદવ, મહેશભાઈ ઝાલા નેચર કેર ફાઉન્ડેશનના પ્રમુખ હિરેનભાઈ સોલંકી અને મહેશ્વરીબેન કનોડિયા ની ઉપસ્થિતિમાં ભવ્ય ગીત સંગીત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
સીઇઓ ડૉ.યોગેશાનંદ ગોસ્વામી દ્વારા ઉદઘાટન સ્પીચ તેમજ સરસ સુમધુર અવાજમાં ગીત રજૂ કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. શાકિબ શેખ વોઇસ ઓફ મોહમ્મદ રફી સાહેબના અદલ અવાજના કલાકાર તેમજ હરેશ નાયક, રાજકમલ મ્યુઝિકલ ટીમ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ માસ્ટર અશ્વિન યોગી, જીગર કંસારા, નૈલેશ પરમાર, મેહુલ જાની વગેરે આર્ટીસ્ટો દ્વારા પ્રોગ્રામ ને ચાર ચાંદ લગાવ્યા હતા.