એ ડિવિઝન પોલીસે આરોપીની અટકાયત કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા..
આધેડ દ્વારા માસુમો ને છેલ્લા આઠ માસથી ચોકલેટ દૂધ અને બિસ્કીટ ની લાલચ આપી પોતાના ઘરે બોલાવી છેડ છાડ કરતો હતો..
સીડબલ્યુસી ના સભ્યએ પોલીસને સાથે રાખી માસુમ અને તેની માતાનું કાઉન્સ લિંગ કર્યું…
આધેડ દ્વારા માસુમ સાથે કરાયેલા શારી રિક છેડછાડના બનાવની ધટના ટોક ઓફ ધ ટાઉન બની..
પાટણ તા.13
પાટણ શહેરના બુકડી વિસ્તારમાં રહેતા એક 60 વર્ષના આધેડ વ્યક્તિ દ્વારા તેઓની પાડોશ માં રહેતા પરિવારની બે માસુમોને છેલ્લા આઠેક માસથી ચોકલેટ,દૂધ અને બિસ્કીટ ની લોભામણી લાલચ આપી તેના ઘરે બોલાવી તેની સાથે અવાર નવાર શારીરિક અડપલા કરી આ બાબતે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાની માસુમે હિમ્મત કરી ગતરોજ તેની માતા ને સધળી હકીકત જણાવતા માતા દ્ધારા પાટણ એ ડિવિઝન પોલીસ મથકે આધેડ સામે કાયદેસરની પોલીસ ફરિયાદ કરતા પોલીસ દ્રારા પોસ્કો ની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી ની અટક કરી આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની સધળી હકીકત આપતાં પાટણ એ ડીવિઝન પીઆઇ આર એમ પરમારે જણાવ્યું હતું કે પાટણ શહેરના બુકડી વિસ્તાર માં રહેતા એક પરિવાર ની સગીર વયની બે પિતરાઈ બહેનો ઉ. વ. 7 અને ઉ. વ. 5 ના ઓસાથે તેની પડોશ મા રહેતાં 60 વર્ષીય આચાર્ય (સાધુ વૈષ્ણવ) કનૈયાલાલ ઉર્ફે કનુભાઈ બિહારીભાઈ તે ખોળામાં બેસાડીને ચોકલેટ અને બિસ્કીટ તેમજ દૂધ લેવાના બહાને શારીરિક છેડછાડ કરી આ બાબતે કોઇ ને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.જે બાબતની ગતરોજ માસુમ દ્રારા હિંમત કરી સધળી હકીકત તેની માતાને જણાવતા તેઓ દ્રારા એ ડિવિઝન પોલીસ મથકે આ આધેડ સામેકાયદેસર ની ફરિયાદ નોંધાવતાં પોલીસે પોસ્કો ની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી ની અટકાયત કરી આગળ ની તજવીજ હાથ ધરી હોવાનું એ. ડિવિઝન પીઆઈ આર.એમ.પરમારે જણાવ્યું હતું.આ બનાવની જાણ સીડબ્લ્યુસી ના સભ્ય યોગીની બેન વ્યાસ ને થતાં તેઓએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવી પોલીસ ને સાથે રાખીનેમાસુમ સહિત તેની માતા નુ કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્રારા માસુમ સહિત ઝડપાયેલા આરોપી ના મેડિકલ ચેક અપ વગેરેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સાથે સાથે આ આધેડ ઈસમ નો ભોગ અન્ય કોઈ માસુમ બની છે કે કેમ તે માટે ની તપાસ ના ચક્રોગતિમાન કરવા માં આવનાર હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.પાટણ શહેરના બુકડી વિસ્તાર માં 60 વર્ષના આધેડ દ્વારા બે માસુમ સાથે શારીરિક છેડ છાડ કરાઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા આ ઘટના સમગ્ર શહેરમાં ટોપ ઓફ ધ ટાઉન બનવા પામી હતી અને આધેડ સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા હતા.