108,ખિલખિલાટ,આરોગ્ય સંજીવની, કરુણા એનિમલ અને 181 મા ફરજ બજાવતા કર્મચારીઓની માતાની આરોગ્યની ચકાસણી કરાઈ..
પાટણ તા. 13
માતૃ દિવસના સંદર્ભમાં પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે EMRI GREEN HEALTH SERVICE ના તમામ પ્રોજેક્ટ 108- ખિલખિલાટ,આરોગ્ય સંજીવની,કરુણા એનિમલ તથા 181 ના કર્મચારીઓની માતાઓનું હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરી આરોગ્ય ચેક-અપ કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં દરેક માતાઓના અલગ-અલગ રિપોર્ટ કરી જરૂરી દવાઓ આપવામાં આવી હતી. આ હેલ્થ ચેકઅપ કેમ્પ માં CDMO Dr. રાજેશ ઠક્કર,108 ના મેનેજર નરેશ પટેલ, આરોગ્ય સંજીવની ના મેનેજર ચેતન કુંભાર, કરુણા એનિમલ ના મેનેજર અરવિંદ જોશી,ક્વોલિટી ઓફિસર મિતેષ પટેલ તથા દરેક પ્રોજેક્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હેલ્થ ચેક અપ કેમ્પમાં ડો. હેમસ્વેતાબેન ,પેરામેડીક મહેશભાઈ માળી,લેબ ટેકનીશીયન ડિમ્પલબેન, કાઉન્સિલર જીગર ભાઈ રાવળ,ડ્રાયવર ઈરફાન કાદરી,108 સિવિલ હોસ્પિટલ પાટણ ના Emt વિજય રાઠોડ, પાયલોટ ગુલાબખાન બલોચ, ખીલખીલાટ ના મયુદ્દીન કાજી,181 ના સ્ટાફ મેમ્બર,1962 ના સ્ટાફ મેમ્બર સહિત દરેક સ્ટાફ મેમ્બરે જહેમત ઉઠાવીને પ્રોગ્રામ ને સફળ બનાવ્યો હતો..