fbpx

પાટણ પંથકના રાજપુર (ભદ્રાડા) પ્રા.શાળા મા સફાઈ માટે પતરાના સેડ પર ચડેલા આચાર્ય પતરા સાથે જમીન પર પટકાતાં મોત નીપજ્યું..

Date:

પાટણ તા. ૧૯
પાટણ પંથકમાં આવેલ રાજપુર (ભદ્રાડા) પ્રાથમિક શાળામાં બુધવારે હાથ ધરવામાં આવેલ સ્વચ્છતા અભિયાન ઝુંબેશ અંતર્ગત હાથ ધરાયેલી શાળા સંકુલની સફાઈ કામગીરી દરમિયાન શાળાના આચાર્ય સફાઈ અર્થે પતરાના સેડ વાળા રૂમ પર ચડયા હતાં ત્યારે આચાર્ય ના શરીરના વજનના કારણે સેડ નું પતરૂ તૂટતા આચાર્ય જમીન પર પટકાતાં તેઓને ગંભીર ઈજા પહોચતા તેઓનું કરૂણ મોત નિપજ્યું હોવાની ઘટના સજૉતા શાળા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

આ ઘટનાની મળતી હકીકત મુજબ પાટણ પંથકના રાજપુર (ભદ્રાડા) પ્રાથમિક શાળામાં બુધવારે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં શાળાના વિધાર્થીઓ સહિત શાળા પરિવાર સાથે શાળાના આચાર્ય નટવરભાઈ વજાભાઈ દરજી પણ શાળાની સફાઈ કામ ગીરી મા સહભાગી બની શાળા સંકુલની સફાઈ કરી રહ્યા હતા

ત્યારે તેઓ શાળા સંકુલની અંદર આવેલ પતરાના સેડ વાળા મકાન પર ચડી સફાઈ કામગીરી કરી રહ્યા હતા તે સમયે તેઓના શરીરના વજનથી પતરાના સેડ નું પતરૂ તૂટતા આચાર્ય જમીન પર પટકાતાં તેઓને ગંભીર ઈજા પહોંચતા તેઓનું કરૂણ મોત નિપજતા શાળા પરિવાર સહિત વિધાર્થીઓ મા ગમગીની છવાઈ જવા પામી હતી.તો ધટનાની જાણ ગ્રામજનોને થતાં તેઓ પણ શાળા ખાતે દોડી આવ્યાં હતાં.

રાજપુર (ભદ્રાડા) પ્રાથમિક શાળામાં સફાઈ અભિયાન દરમિયાન સર્જાયેલી ઘટનામાં શાળાના આચાર્ય નટવરભાઈ વજાભાઇ દરજી નું મોત નિપજતા શાળા પરિવાર સહિત મૃતકના પરિવારજનો પર અણધારી આફત આવી પડી હોય પરમ કૃપાળુ પરમાત્મા મૃતક આચાર્યના આત્માને શાંતિ આપે તેવી સૌએ પ્રાર્થના કરી પરિવારજનો અને શાળા પરિવારને આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે તેવી કામના વ્યસ્ત  કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં ગારમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાન નું હૃદય રોગના હુમલામાં નિધન થયું…

પાટણ તા. ૯પાટણના જાણીતા આર્ટિસ્ટ ભરતકુમાર પેઈન્ટરના પુત્ર અને...

મંદિરોની સ્વચ્છતા બાબતને લઈ જિલ્લા કલેકટરે વિવિધ મંદિરોની સાથે જગન્નાથ મંદિરની શુભેચ્છા મુલાકાત લીધી..

જગન્નાથ મંદિરની સ્વચ્છતા થી સંતોષ વ્યકત કરતાં જિલ્લા કલેકટર… મંદિરના...

પાટણ સાયન્સ સેન્ટર ખાતે ડ્રોન ટેક્નોલોજી પર એક દિવસીય વર્કશોપ યોજાયો…

પાટણ તા. ૨૪ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...

જૈન ધર્મના મહાપર્વ પવૉ ધીરાજ પર્યુષણ નું મિચ્છામી દુકડડમ સાથે સમાપન કરાયું..

પાટણ તા. ૭જૈન ધર્મનાં મહાપર્વ ગણાતાં પર્વાધીરાજ પર્યુષણની શનિવારે...