fbpx

પાટણ સિધ્ધપુર હાઇવે માર્ગ પર કમલીવાડા નજીક ગરમીના કારણે અશક્ત હાલતમાં પડેલ વૃદ્ધને સારવાર માટે ખસેડવામાં આવ્યો..

Date:

ગામના સેવાભાવી લોકો દ્વારા 108 ને જાણ કરાતા 108 દ્વારા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ધારપુર ખસેડાયો..

પાટણ તા. 13
પાટણ સિધ્ધપુર હાઈવે માગૅ પર આવેલ કમલીવાડા ગામ થી એક કીલો મીટરના અંતરે પેટ્રોલ પંપની સામે માતાજી ના નાનકડુ મંદિર રોડ ની બાજુમા અવાવરુ જાડીમા છેલ્લા બે દિવસ થી કોઈ અજાણ્યો ઉમર 60 વષૅનો આધેડ ગરમી તથા બીમારીના કારણે અશક્ત હાલત મા પડેલ હોવાનું લોકોને નજરે ચડતા સ્થાનિક સેવા ભાવી વ્યક્તિએ માનવતા દાખવી 108 પાટણ ને જાણ કરતા 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ઈએમટી વિજય રાઠોડ અને પાયલોટ ગુલાબ ખાને ધટના સ્થળે પહોંચી વૃધ્ધ નું ચેક અપ કરતા તેને શ્વાશ લેવામા તકલીફ, ડી હાઈડ્રેશન તથા બીપી લો હોવાનું જણાયું હતું.

તેમને 108 માં લઇ તાત્કાલિક ઓક્સિજન ચાલુ કરીને વધુ સારવાર માટે ધારપુર મેડિકલ હોસ્પિટલ માં શિફ્ટ કર્યા હતા.ગામ લોકોની મદદ તથા 108 સ્ટાફ દ્વારા ધારપુર હોસ્પિટલમાં રીફર કરવામા આવેલા વૃધ્ધ ની વધુ સારવાર ધારપુર તબીબી દ્રારા શરૂ કરવામાં આવી છે અને હાલમાં તેઓની હાલત સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ વૃધ્ધ ના સગા સબંધી ની કોઈ ભાળ નથી.

Share post:

Subscribe

Popular

More like this
Related