રથયાત્રા પૂર્વે છેલ્લા ઘણા વર્ષોથી મહા આરતી ના યજમાન નો લાભ લેતા હરેશભાઈ જોશી પરિવારનું પણ સન્માન કરાયું..
પાટણ તા. 19
ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાને લઈને અષાઢ સુધી એકમના દિવસે મંદિર પરિસર ખાતે આયોજિત કરાયેલા અભિષેક,વિષ્ણુયાગ સહિતના ધાર્મિક પ્રસંગો પ્રસંગે વર્ષોથી જગન્નાથ ભગવાનની રથયાત્રામાં સહયોગી બનતા 75 વર્ષથી ઉપરના વડીલોનો વડીલ વંદના કાર્યક્રમ જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા સૌ પ્રથમવાર આયોજિત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વર્ષોથી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સહયોગી બનતા 15 થઈ વધુ વડીલોનું મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્ય સહિતના ટ્રસ્ટી મંડળ દ્વારા સાલ અને પુષ્પમાળા પહેરાવી સ્વાગત સન્માન કરી વડીલોના આશીર્વાદ સાથે વડીલ વંદના કરવામાં આવી હતી.
જયારે દર વર્ષે ભગવાન ની રથયાત્રા પૂવૅ મહાઆરતી ના યજમાન તરીકે નો લાભ લેતા હરેશભાઈ જોષી અને તેમના ધમૅપત્નિ નું પણ જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા ભગવાન જગન્નાથજી ની પૂજા અર્ચના કરાવી સન્માન કરવામાં આવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી