પાટણ તા. ૯ પાટણના શ્રીરામ પરિવાર ટ્રસ્ટ સંચાલિત રામ રહીમ અન્ન ક્ષેત્ર દ્વારા છેલ્લા 17 વર્ષથી ધોરણ 10 અને ધોરણ 12 ના પૂરક શિક્ષણના વર્ગો ચલાવવામાં આવે છે. ગુરૂવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા, આ રામ રહીમ વર્ગમાં શિક્ષણ મેળવનાર તમામ વિધાર્થીઓ પાસ થતાં સો ટકા પરિણામ આવ્યું છે .
આ વર્ગોમાં અભ્યાસ કરતી બધી જ વિદ્યાર્થીનીઓ ખૂબ સારા માર્કસ સાથે પાસ થયેલ છે. ખાસ કરીને ગરીબ મધ્યમ વર્ગ ના પરિવારના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને બિલકુલ ફ્રી શિક્ષણ નિષ્ણાત શિક્ષકો દ્વારા વર્ષ દરમ્યાન આપવામાં આવે છે. આ પુરક શિક્ષણ વર્ગોમાં સેવા આપનાર કુ. પૂજા મકવાણા અને અન્ય શિક્ષકોની મહેનતના કારણે ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થયેલ છે. નવા વર્ષ ના ધોરણ 12 ના સામાન્ય, પ્રવાહ ના વર્ગો શરૂ થઈ ગયેલ છે ,એમાં પણ 50 જેટલી વિદ્યાર્થીનીઓ ને પ્રવેશ અપાયેલ છે.
સંસ્થા તરફ થી વર્ષ દરમિયાન શિક્ષણ ઉપરાંત જરૂરી સાહિત્ય વિગેરે ફ્રી આપવામાં આવે છે. આજના મોંઘા શિક્ષણ અને ટ્યુશન ફી ના સમયમાં રામરહીમ પૂરકશિક્ષણના વર્ગો ખૂબ આશીર્વાદ રુપ સાબિત થઈ રહ્યા છે. નવા વર્ષ માટે હજી પ્રવેશ ચાલુ છે. ધોરણ 10 ના વર્ગો પણ 1 જુલાઈથી શરૂ કરવામાં આવશે, તેવું રામરહીમ પૂરક શિક્ષણ વગૅ ના આયોજકો એ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી