google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ બહુચર ટ્રેડર્સ નામની દુકાન માંથી ગાંધીનગર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે લેબલ વગર શંકાસ્પદ 10 તેલના ડબ્બા સિઝ કર્યા..

Date:

તેલના સેમ્પલ મેળવી પૃથક્કરણ માટે સરકારી લેબમાં મોકલી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી..

પાટણ તા. 29 પાટણ શહેરમાં ખાદ્યચીજોમાં થતી ભેળસેળ ની ખાનગી રાહે મળેલી બાતમી ના આધારે ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ પાટણ ટીમને સાથે રાખીને શુકવારના રોજ બપોરના સમયે પાટણ શહેરના છીડીયા દરવાજા બહાર શીતળા માતાજીના મંદિર પાસે આવેલ બહુચર ટ્રેડર્સ નામની દુકાન ઉપર ઓચિંતી રેડ કર શંકાસ્પદ 148 કિલો તેલના 10 ડબ્બા સિલ કરી તેના સેમ્પલ મેળવી એફએસએલ મા મોકલી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ શહેરમાં કેટલાક વેપારીઓ દ્વારા ખાદ્ય તેલમાં ભેળસેળ કરી વેચાણ કરાતું હોવાની ખાનગી રહે મળેલી બાતમીના આધારે શુક્રવારના રોજ ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પાટણ ની ટીમને સાથે રાખી શહેરના છીડીયા દરવાજા બહાર આવેલ શીતળા માતાજીના મંદિર નજીકની બહુચર ટ્રેડર્સ નામની દુકાન ઉપર ઓચિંતી રેડ કરી તપાસના ચક્રો ગતિમાન બનાવતા દુકાને અંદર પડેલા શંકાસ્પદ 10 જેટલા તેલના ડબ્બા મળી આવતા ટીમ દ્વારા કિંમત રૂપિયા 13,320 નો મુદ્દામાલ કબ્જે કરી જરૂરી સેમ્પલ લઇ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલી આપી વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સિનિયર ફુડ ઓફિસર કે. આર.પટેલે જણાવ્યું હતું.

ગાંધીનગર મુખ્ય મથક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા પાટણ શહેરના છીડાયા દરવાજા બહાર શીતળા માતાજી મંદિર નજીક કૃણાલ કૃષ્ણલાલ મોદીની બહુચર ટ્રેડર્સ નામની દુકાન માથી લેબલ વગર ના રિફાઇન પામોલિન તેલના શંકાસ્પદ ભેળ સેળ યુક્ત જથ્થાને સીઝ કરવાની ધટના ની જાણ શહેરમાં ખાદ્યચીજોમાં ભેળસેળ કરતા અન્ય ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો તો કેટલાક વેપારીઓ પોતાની દુકાનને તાળા મારીને ભૂગર્ભ માં ગરક થઈ જવા પામ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

બાલીસણા પ્રા.આરોગ્ય કેન્દ્ર ખાતે જન આરોગ્ય સમિતિ ની બેઠક મળી.

ચાંદી પુરા વાયરસ ની જાગૃતતા સાથે સરકારની આરોગ્ય લક્ષી...

પાટણ મામલતદાર કચેરી ખાતે ૭૮ માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ..

પાટણ મામલતદારના વરદ હસ્તે ધ્વજવંદન કરી તિરંગા ને સલામી...