SOG ટીમે 16 કિલો 860 ગ્રામ. કિ.રૂ. 1,68,600, નો મુદ્દામાલ હસ્તગત કરી કાર્યવાહી હાથ ધરી..
પાટણ તા. 16
સમી તાલુકાના દાદર ગામની સીમ વિસ્તારમાં આવેલ ખેતરમાં મોટા પાયે ગેરકાયદેસર ગાંજા નું વાવેતર કરાયું હોવાની ખાનગી રાહે પાટણ SOG ટીમ ને માહિતી મળતાં ટીમે બાતમીના સ્થળે ઓચિંતો છાપો મારીને ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઇ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે મળતી હકીકત મુજબ સરહદી રેન્જ મહાનિરીક્ષક જે. આર.મોથલીયા તથા ઈ. ચા. પોલીસ અધિક્ષક પાટણ ના વિશાખા ડબરાલ દ્રારા ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર નાર્કો ટીક્સ ના પદાર્થ, કેફી ઔષધો અને મન પ્રભાવી દ્રવ્યો નાં ગેરકાયદેસર વેપાર, હેરાફેરી, વેચાણ અટકા વવા અને આવી પ્રવૃતિ આચરતા ઇસમો વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવા સારૂ પોલીસ ને જરૂરી સુચનો અને માર્ગદર્શન આપવા માં આવેલ હોય જે સુચના અને માર્ગદર્શન આધારે પાટણ SOG પોલીસ ના ઈ. ચા. પીઆઈ આર. જી. ઉનાગર પાટણનાઓએ જીલ્લામાં કેફી પદાર્થો નુ ગેરકાયદેસર રીતે વાવેતર કરતા આરોપી વાધરી (દેવીપુજક) શંકર ભાઇ શીવા ભાઇ રહે-દાદરગામની સીમ તા.સમી જી.પાટણ નાઓના પોતાના ખેતરમા ગેરકાયદેસર અને બિનઅધીકૃત રીતે લીલા ગાંજાના છોડનુવાવેતર કરતા ઇસમને 7 ગાંજાના છોડ વજન 16 કિ. 860 ગ્રામ કિ. રૂ. 1,68,600 ના મુદામાલ સાથે વાધરી ( દેવીપૂજક) શંકરભાઈ શિવાભાઈ રહે. દાદર ગામ વાળાને પકડી પાડી તેઓની સામે NDPS એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી કરવા સારૂ આરોપી તથા મુદ્દામાલ પાટણના સમી પો.સ્ટે. સોપવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.