google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ જિલ્લા ના સાતલપુર ના લોદરા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવ્યા બાદ ગાડી માં આકસ્મિક આગ ભભૂકી..

Date:

ગાડીમાં આગ લાગતા પેટ્રોલ પંપ ના કર્મચારીઓ સહિત ગાડી ચાલક અને મુસાફરોમાં અફડાતફડી મચી..

પેટ્રોલ પંપ પરના અગ્નિશામક સાધનો વડે આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધરાયો. .

પાટણ તા. 16
પાટણ જિલ્લામાં ગરમી નો દિવસે દિવસે પ્રકોપ વધી રહ્યો છે તો ગરમીના કારણે વાહનોમાં આગ લાગવાની ઘટના પણ સર્જાતી હોવાના કિસ્સા અવાર નવાર પ્રકાશ માં આવી રહ્યા છે. મંગળવારના રોજ સાંતલપુર ના લોદરા પાસે આવેલ પેટ્રોલપમ્પ પાસે ગાડીમા પેટ્રોલ પુરાવ્યા બાદ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ગાડીમાં બેઠેલા ચાલક સહિત મુસાફરોનો આબાદ બચાવ થતાં લોકોએ હાથકારો અનુભવ્યો હતો..

આ બનાવની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોદરા પાસે આવેલ પેટ્રોલ પમ્પ પર મંગળવારના રોજ ગાડીમાં પેટ્રોલ પુરાવ્યાં બાદ અગમ્ય કારણોસર ગાડી માં આગ ભભૂકી ઉઠતા પેટ્રોલ પંપ ના સંચાલકો સહિત ગાડીમાં બેઠેલા ચાલક અને મુસાફરોમાં સનસનાટી સાથે અફડા તફડી મચી જવા પામી હતી. તો ગાડીમાં અચાનક લાગેલી આગના કારણે ગાડીના ચાલક સહિત ના મુસાફરો એ સમય સૂચકતા વાપરી ગાડીમાંથી બહાર નીકળી જતા તેઓનો આબાદ બચાવ થવા પામ્યો હતો.પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવ્યા બાદ ગાડીમાં આકસ્મિક રીતે લાગેલી આગને ઓલવવા પમ્પ પર રહેલ ફાયર ની અગ્નિ શામક સામગ્રી દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ તપોવન સ્કૂલ ના બાળકો નો એક દિવસીય સાસ્કૃતિક પ્રવાસ યોજાયો…

મેલડી માતાજીના પ્રાંગણમાં બાળકો એ ખેલકુદ, રમતગમત અને સાસ્કૃતિક...

પાટણ ની તપોવન સ્કૂલના ધો.૧ થી ધો.૮ ના બાળકો એ સાસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવાસની મજા માણી…

ઐઠોર ગણપતિ મંદિર, કાંકરિયા પ્રાણી અભ્યારણ્ય અને શૈક્ષણિક માહિતી...

પાટણ યુનિ. હોસ્ટેલના છાત્રો માટે વોશીંગમશીન અને પ્લાસ્ટીકના કચરા ના નિકાલ માટે એટીએમ મશીન ઉપલબ્ધ બનાવાશે

પાટણ યુનિ. હોસ્ટેલના છાત્રો માટે વોશીંગમશીન અને પ્લાસ્ટીકના કચરા ના નિકાલ માટે એટીએમ મશીન ઉપલબ્ધ બનાવાશે ~ #369News