fbpx

સિધ્ધપુરના ઉપલી શેરી વિસ્તારમાં પાણી ની પાઇપ ના ખોદ કામ દરમિયાન પાઈપ લાઇન માંથી યુવતી ની લાશ ના અવશેષો મળ્યા..

Date:

બનાવ ના પગલે લોકો ના ટોળેટોળા ધટના સ્થળે ઉમટી પડ્યા..

પોલીસ કાફલાએ ધટના સ્થળે દોડી આવી ઝીણવટભરી રીતે તપાસના ચક્રો ગતિશીલ બનાવ્યા..

પાટણ તા. 16
સિધ્ધપુર શહેરના ઉપલી શેરી વિસ્તારમાં પાણી નહિ આવતું હોવાની રજુઆત ના પગલે પાલિકા ના કમૅચારી દ્રારા આ વિસ્તાર માં પાઈપ લાઈન નું ખોદકામ કરી રહ્યા હતા ત્યારે પાઈપ લાઈન માથી કોઈ અજાણી સ્ત્રી ની લાશ મળતા સનસનાટી મચી જવા પામી હતી તો બનાવની જાણ વાયુવેગે સિધ્ધપુર શહેર સહિત વિસ્તારમાં ફેલાતા લોકો ના ટોળેટોળા ધટના સ્થળે ઉમટી પડયા હતા તો બનાવના પગલે પોલીસે પણ ધટના સ્થળે દોડી આવી તપાસ ના ચક્રો ગતિશીલ બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની મળતી હકીકત મુજબ સિધ્ધપુર શહેર ના ઉપલી શેરી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પાણી આવતું ન હોય જે બાબતે રહિશો દ્રારા સિધ્ધપુર નગર પાલિકા ને રજુઆત કરવામાં આવી હતી ત્યારે મંગળવારે બપોરે પાલિકા ની ટીમ દ્વારા આ વિસ્તાર ની પાણીની પાઇપ લાઇન નું ખોદકામ હાથ ધરી તપાસ કરવા માં આવતા પાઇપ લાઇન માંથી કોઈ અજાણી યુવતીને લાશ ના કેટલાક અવશેષો મળી આવતાં વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી હતી.

આ ઘટના ની જાણ વાયુવેગે સિધ્ધપુર શહેર અને વિસ્તારમાં ફેલાતા લોકો ના ટોળેટોળા ધટના સ્થળે ઉમટી પડ્યા હતાં. તો બનાવના પગલે સ્થળ ઉપર પોલીસ કાફલા સાથે નગરપાલિકાની ટીમો આવી પહોંચી હતી.પાણી ની પાઈપલાઈન ના ખોદકામ દરમિયાન અસહ્ય દુર્ગંધ મારતી કોઈ અજાણી મહિલા ની લાશના અવશેષો મળતા આ બાબતે પોલીસે ઝીણવટભરી રીતે તપાસના ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

સરસ્વતી પોલીસ સ્ટેશનમાં નોધાયેલ ગુનાનો નાસતો ફરતો આરોપી એલસીબી ટીમે ઝડપી લીધો..

પાટણ તા.19સરસ્વતી પો.સ્ટે.ના લુંટના ગુનામાં નાસતા ફરતા આરોપીને એલ.સી.બી.પાટણ...

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર ખાતે આયોજિત ધાર્મિક ઉત્સવ મા ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી..

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર ખાતે આયોજિત ધાર્મિક ઉત્સવ મા ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી.. ~ #369News

પાટણના સ્થાપના દિવસે રાણકીવાવ ખાતે આયોજિત સંગીત સમારોહમાં પાટણ વાસીઓનો જમાવડો જામ્યો…

રાણીની વાવનો થયો સુરો થી શણગાર સાહિત્યકાર માયાભાઈ આહીરના...

પાટણ તાલુકા સંકલન વ ફરિયાદ સમિતિની અધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી…

અરજદારોના વિવિધ પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા જેતે વિભાગના અધિકારીઓ...