fbpx

પાટણમાં પ્રેમીની છરીના ઘા મારી કરાયેલી હત્યાના બનાવવામાં ઝડપાયેલા પ્રેમિકાના ભાઈ અને તેના સાગરીત ના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ..

Date:

પાટણ તા. 16
પાટણ શહેરમાં ચકચાર મચાવનાર પ્રેમિકાના ભાઈ વિષ્ણુજી ઠાકોર અને તેના સાગરિત અલ્કેશ ભાટિયા દ્વારા રાહુલ ઠાકોર નામના પ્રેમી ની છરી મારી કરાયેલ હત્યાના બનાવમાં પાટણ એલસીબી પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બંને આરોપીને ઝડપી પાટણ એ ડિવિઝન પોલીસ ને સોપવામાં આવ્યા હતા. ત્યારે બનાવની ગંભીરતા ને ધ્યાનમાં લઈને બંને આરોપી વિષ્ણુજી ઠાકોર અને તેના સાગરીત અલ્કેશ ભાટિયાને મંગળવારે બનાવની તપાસ કરનાર એ ડિવિઝન પીઆઈ આર એમ પરમાર દ્વારા પાટણ કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ માંગતા પાટણ કોર્ટના જજ જાની દ્વારા બંન્ને આરોપીના તારીખ 19 મે બપોરના 3-00 વાગ્યા સુધી ના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું ગુનાની તપાસ કરી રહેલા એ ડિવિઝન પીઆઈ આર એમ પરમારે જણાવ્યું હતું.

પાટણ કોર્ટ દ્વારા બંને આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હોય બંને આરોપીની સધન પૂછપરછ હાથ ધરી ગુનાની સત્યતાને બહાર લવાશે તેવું તપાસ કરનાર એ ડિવિઝન પીઆઈ આર એમ પરમારે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા ભાજપ કાયૉલય ખાતે પાટણબ.કા.અને કચ્છ લોકસભાની બેઠક મળી..

પાટણ તા. ૧૪લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ગુરૂવારે પાટણ જિલ્લા...

યુનિવર્સિટી ના વિવિધ વિભાગોમાં રૂ. 36 લાખના ખર્ચે 28 આરો પ્લાન્ટ ફીટ કરવાની કામગીરી હાથ ધરાઈ..

યુનિવર્સિટી ના વિવિધ વિભાગોમાં રૂ. 36 લાખના ખર્ચે 28 આરો પ્લાન્ટ ફીટ કરવાની કામગીરી હાથ ધરાઈ.. ~ #369News

બગવાડા ક્રેડિટ સોસાયટીની ચોથી વાર્ષિક સાધારણ સભા યોજાઈ..

પાટણ તા. 22 ધ બગવાડા ક્રેડિટ સોસાયટી ની ચોથી...

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ છ થી આઠ માટે આ સત્ર થી ભણાવાશે ગીતા ના સિધ્ધાંતો અને મૂલ્યો..

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પુસ્તકને આવકાર આપ્યો… પાટણ તા....