google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પ્રજાપતિ છાત્રાલય પાટણના ગૃહપતિ અને જીવદયા પ્રેમી ભીખા ભાઈ પ્રજાપતિ નું આકસ્મિક અવસાન થતાં શોક છવાયો..

Date:

પાટણ તા. 11
પાટણ સ્થિત શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત પ્રજાપતિ છાત્રાલય પાટણ ખાતે ઘણા વર્ષોથી ગૃહપતિ તરીકે નિસ્વાર્થ ભાવે સેવા આપતા જીવદયા પ્રેમી ભીખાભાઈ પ્રજાપતિનું મંગળવારના રોજ આકસ્મિક અવસાન થતા સમગ્ર પંથકના પ્રજાપતિ સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

ભીખાભાઈ પ્રજાપતિ છેલ્લા ઘણા વર્ષોથી પ્રજાપતિ છાત્રાલય સાથે સંકળાયેલા હતા. છાત્રાલયને તેઓ પોતાનું બીજું ઘર માનતા હતા. આ સાથે સાથે ઉતરાયણ પર્વમાં નકામી દોરી થી ઘાયલ થતા પક્ષીઓ માટે તેમણે નકામી દોરીના ગુંચળા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી એક મોટો દડો બનાવ્યો હતો.જેનું વજન પણ આશરે 30 કિલો કરતાં પણ વધારે થયું હતું. તેમની જીવદયા ની સરાહનીય નિસ્વાર્થ કામગીરી અને પ્રેમાળ સ્વભાવ વિદ્યાર્થી ઓ હમેશા યાદ કરશે.

મંગળવારના રોજ તેમના દુઃખદ અવસાનને પગલે સમગ્ર પંથકમાં દુઃખની લાગણી પ્રસરી છે. સાથે સાથે પ્રજાપતિ સમાજના તમામ સંગઠનના આગેવાનો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પણ થાય અને તેમના પરિવારજનોને આ દુઃખદ ઘટનામાં દુ:ખ સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના રાજકીય સામાજિક આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પ્રત્યેક નાગરિકે નૈતિક જવાબદારીના ભાગ રૂપે વૃક્ષ વાવી તેની સાચવણી નિષ્ઠા પૂર્વક કરવી જોઈએ : કુલપતિ…

યુનિવર્સિટીના NSS વિભાગ દ્વારા વિશ્વ પયૉવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ...

પાટણ યુનિવર્સિટી ની કારોબારી એ વિજાપુર કોલેજમાં બનેલી ઘટના ને લઈને ચાર સભ્યો ની કમિટી બનાવી તપાસ સોંપી..

પાટણ યુનિવર્સિટી ની કારોબારી એ વિજાપુર કોલેજમાં બનેલી ઘટના ને લઈને ચાર સભ્યો ની કમિટી બનાવી તપાસ સોંપી.. ~ #369News

પાટણ શહેર માંથી મોઢ મોદી ઘાંચી જ્ઞાતિ સમાજના પાટણ થી બહુચરાજી જવા સંધે પ્રસ્થાન કયુઁ..

ભક્તિ સંગીતના સૂરો વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળેલી સંઘની...