google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

સદગુરુ સંત શ્રી પ્રમુખ દાદા ના સાનિધ્યમાં મોક્ષીય ભગવદ્ ત્રિ- દિવસીય મહાજ્ઞાન પર્વ સંસ્મરણ યોજાશે..

Date:

શ્રી ચામુંડા સેવક મંડળ પરિવાર દ્વારા શ્રી બાલ કૃષ્ણ ગૌશાળાના નિર્માણ અને દીકરા-દીકરી સર્વાંગી વિકાસ માટે ત્રિ-દિવસીય મહા જ્ઞાન પવૅ યોજાશે.

પાટણ તા. 17
પાટણ શહેરના પદ્મનાભ ભગવાનના મંદિર સમીપ આવેલા બકુલ પાર્ટી પ્લોટ ખાતે પાટણ શહેરમાં સૌ
પ્રથમવાર આગામી તારીખ 19 મે.થી તારીખ 21 મી મે. રોજ રાત્રે 8-00 થી 11-00 એમ ત્રિદિવસીય મોક્ષીય ભગવદ્ મહાજ્ઞાન પર્વ સંસ્મરણ શ્રી બાલકૃષ્ણ ગૌશાળા ના નિર્માણ લાભાર્થે તેમજ દીકરા- દીકરીના સર્વાંગી વિકાસ અર્થે સદગુરુ સંત શ્રી પ્રમુખ દાદા(સબ કા કલ્યાણ હો) ના સાનિધ્યમાં શ્રી ચામુંડા સેવક મંડળ પાટણ પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે.

મોક્ષીય ભગવદ્ ત્રિ-દિ દિવસય મહાજ્ઞાન પર્વ સંસ્મરણના પ્રથમ પાવનકારી દિવસે પ્રભુ બાળ ગોપાલ લાલાની પધરામણી, મંગલાચરણ, દીકરી સંસ્કાર સિંચન, ભૃણ હત્યા અને સામૂહિક આરતી પ્રસંગ ઉજવાશે.તો કલ્યાણકારી બીજા દિવસે ગૌ સેવા, ગૌ પાલન સંસ્કૃતિ, વ્યસન મુક્તિ, દારૂ,ગુટકા,બીડી,સિગરેટ, ડ્રગ્સ જેવા દૈત્યનું હનન કરી સમાજ બચાવો ખુદ બદલો બીજાને બદલાવો કાર્યક્રમ યોજાશે. જયારે પુણ્યશાળી ત્રીજા અંતિમ દિવસે ગૌસેવા,ગૌપાલન, સંસ્કૃતિ, સિદ્ધાંત, ગીતા પુરુષોત્તમ યોગ અધ્યાય 15,મોક્ષ સંન્યાસ યોગ 18 ઉપર સદગુરુ સંત શ્રી પ્રમુખ દાદા પોતાનું વક્તવ્ય પ્રદાન કરશે.

આ મોક્ષીય ભગવદ્ ત્રિ દિવસીય મહાજ્ઞાન પર્વ સ્મરણમાં ઉપસ્થિત રહેનારા તમામ ભાવિક ભક્તોને શિવરાત્રીએ મહાકાળ ઉજ્જૈન મંદિરમાં મંત્રોચ્ચાર સિદ્ધ કરેલા રુદ્રાક્ષનું ઘરની સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવશે.પાટણ શહેરના બકુલ પાર્ટી પ્લોટ ખાતે શ્રી ચામુંડા સેવક મંડળ પરિવાર દ્વારા આયોજિત કરાયેલા આ ત્રિ દિવસીય મહા જ્ઞાન પવૅ ના કાર્યક્રમને સફળ બનાવવા સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હોવાનું આયોજકો દ્વારા જણાવ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની દિશા મીટીંગ મળી..

પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની દિશા મીટીંગ મળી.. ~ #369News