બુધવારે પણ પાલિકા દ્વારા ખોદકામ ચાલુ રખાતા લાલ ડોસીની પોળ માંથી માનવ પગના અવશેષો મળ્યા..
પાટણ તા.17
પાટણ જિલ્લાના તાલુકા મથક સિધ્ધપુર શહેરમાં આવેલા ઉપલી શેરી વિસ્તારમાં છેલ્લા ચારેક દિવસથી પાણી ની સમસ્યા સર્જાતા વિસ્તારના રહીશો દ્વારા સિદ્ધપુર પાલિકા તંત્ર નું આ બાબતે ધ્યાન દોરતા સિદ્ધપુર નગરપાલિકાના કર્મચારીઓએ મંગળવાર ની બપોરે ઉંચીશેરી વિસ્તારની પાઇપ લાઇનની ખોદકામ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ખોદકામ ની કામગીરી દરમિયાન પાણીની પાઇપ લાઇન માંથી માનવી ના મૃતદેહ ના અવશેષો નીકળતા ખોદકામની કામગીરી કરી રહેલા પાલિકાના કર્મચારીઓમાં સનસનાટી મચી જવા પામી હતી.આ બાબતે કર્મચારીઓ દ્વારા પાલિકા ના સત્તાધિશો ને જાણ કરાતા પાલીકા ટીમ સાથે સતાધીશો ઘટના સ્થળે દોડી આવી સઘળી હકીકત સિદ્ધપુર પોલીસને જણાવતા પોલીસે પણ ઘટના સ્થળે આવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
મંગળ વારે પાણી ની પાઇપલાઇન ના ખોદકામ દરમિયાન નીકળેલા માનવ મૃતદેહના અવશેષો ને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલવામાં આવ્યા હતા. પરંતુ બોડીના પૂર્ણ અવશેષોન હોવા ના કારણે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ શક્ય ન બનતા ફરજ પર ના તબીબો દ્વારા આ અવશેષોને એફ એસ એલ અને ડી એન એ માટે અમદાવાદ મોકલવા ની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું ફરજ પરના તબીબો દ્વારા જણાવ્યું હતું.
તો બુધવારે પણ પાલિકાના કર્મચારીઓ દ્વારા વિસ્તારમાં પાઇપ લાઇનનું ખોદકામ ચાલુ રાખતા લાલ ડોશીની પોળ ખાતે થી પણ માનવ શરીરના પગના અવશેષ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.હાલમાં નગર પાલિકા ની ટીમ દ્વારા નિશાળ ચકલા વિસ્તારમાં ખોદકામ સાથે પાઇપલાઇન કાપવાનું કામ ચાલુ હોવાનું પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું.આ ઘટનાની ગંભીરતા ને ધ્યાનમાં રાખીને જીણવટ ભરી રીતે તપાસ કરી રહેલ સિદ્ધપુર પોલીસ દ્વારા પણ માનવી અંગોના મામલે અમદા વાદ એફ એસ એલ અને ડીએનએ ના રિપોર્ટ બાદ ધટનાનીવધુ તપાસના ચક્રો ગતિમાન કરાશે તેવું જાણવા મળ્યું છે.