એક તીર એક કમાન સબ આદિવાસી એક સમાન’ના નારા સાથે પાટણમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ…
આદિવાસી ભીલ સમાજના ઇષ્ટદેવની પ્રતિમાનું સૂર્યા નગર ચોક ખાતે લોકાર્પણ કરાયું..
પાટણ તા. 9 યુનાઇટેડ નેસન્સ દ્વારા નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે બુધવારે પાટણ શહેરના મીરા દરવાજા ખાતે થી આદિવાસી સમાજ ની ભવ્ય ગૌરવરૂપ શોભાયાત્રા નીકળી હતી. આ શોભયાત્રા ના પ્રસ્થાન પૂર્વે આદિવાસી ગૌરવ યાત્રા નું પુષ્પ વર્ષા દવરા સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ગૌરવ યાત્રા માં આદિવાસી પરિવારો ઉત્સાહ ભેર પોતાના પરંપરા પ્રમાણે વેશભૂષા ,આદિવાસી નૃત્ય, તીર કામઠા,પાણી બચાવો વૃક્ષ બચાવો , પકૃતિ બચાવો, સહિત સ્વચ્છતા અભિયાન સાથે ના ટેબલા સાથે આ ગૌરવ યાત્રા પ્રસ્થાન પામી હતી. શોભયાત્રા મીરા દરવાજા ભીલવાસ થી કેનાલ રોડ જલારામ મંદિર થઈ સુભાષચોક થઈ બગવાડા દરવાજા મેઈન રોડ, હિંગળાચાચર થઈ ત્રણ દરવાજા ,ખોખરવાડા ભીલ વાસ થી પીપળા ગેટ થઈ સૂર્યનગર ચોક ખાતે સમાપન થઈ હતી.આ યાત્રામાં મોટી સંખ્યામાં આદિવાસી ભીલ સમાજ ના લોકોએ જોડાઈ વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી.
સમગ્ર ભારત વર્ષમાં નવમી ઓગસ્ટ ને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. જે અનુસંધાને પાટણ શહેરમાં વસતા સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્વારા વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી સંદર્ભે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી એક તીર એક કમાન સબ આદિવાસી એક સમાનના સૂત્ર સાથે શહેરના મીરા દરવાજા ખાતે થી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં જોડાયેલા સમાજના લોકો આદિવાસી સ્વાંગમાં સજ્જ થઇ પોતાની પ્રણાલીને ઉજાગર કરી હતી. ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારમાંથી યોજાયેલી શોભાયાત્રાઓ સૂર્યનગર ખાતે સમાપન કરવામાં આવી હતી.
આ શોભાયાત્રા માંસમાજ ના લોકો આદિવાસી પરંપરા નૃત્ય ની સાથે પોતાના પરંપરાગત પોશાક માં ગૌરવ યાત્રા માં જોડાતા આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા. તો સૂર્યા નગર ચોક ખાતે આદિવાસી સમાજના ઇષ્ટદેવની પ્રતિમાનું પાટણના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ, પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, વિસ્તારના કોર્પોરેટરો, આદિવાસી ભીલ સમાજના આગેવાનો, વિસ્તારના રહીશો ની વિશાળ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી