પ્રદેશ ઉપાધ્યક્ષ અનિતા બેન પરમાર સહિત ના રાજકીય આગેવાનો એ ઉપસ્થિત રહી માગૅદશૅન પુરૂ પાડયું..
પાટણ તા. 19
પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા યુવા જોડો અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત સંગઠન લક્ષી કાર્યક્રમ વિશે વિસ્તૃત ચર્ચા બેઠક શુક્રવારે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અનુસૂચિત જાતિ પ્રદેશ મોરચા ના ઉપાધ્યક્ષ અનિતા બેન પરમાર સહિત ના રાજકીય આગેવાનો ની ઉપસ્થિતિ માં મળી હતી. જેમાં અનુસૂ ચિત જાતિના યુવાનો મોટી સંખ્યામાં ભાજપ સાથે જોડાય તેના વિશે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહત્વપૂણૅ બેઠકમાં ઉપસ્થિત રાજકીય આગેવાનો એ જણાવ્યું હતું કે આજના આ નવા યુગમાં જ્યારે દરેક લોકો સોશ્યલ મીડિયા માં એક્ટિવ હોય છે ત્યારે અનુસૂ ચિત જાતિ મોરચાના કાર્યકર તથા હોદ્દેદારો પણ ટેકનો લોજી થાય અને પાર્ટીના પ્રચાર પ્રસારમાં ટેકનોલોજીને માધ્યમ બનાવે તે માટે દરેક હોદ્દેદારોને સરલ એપ, નમો એપ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટા, અપડેટ કરવા માટે સૂચનાઓ આપવામાં હતી.
આ બેઠકમાં પાટણ જિલ્લા પ્રમુખ ડૉ. દશરથજી ઠાકોર, અનુસુચિત જાતિ મોરચા ના પ્રમુખ વશરામભાઇ વઢીયારી, ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ અનિતાબેન પરમાર, પ્રદેશ મંત્રી ગંગારામ ભાઈ પરમાર, પ્રદેશ સોશ્યલ મીડિયા સહ ઇન્ચાર્જ કૃણાલભાઈ પારઘી, વિસ્તારક બાલકૃષ્ણભાઈ જીરાલા, અરવિંદભાઈ ખાખરેચા, મનીષભાઈ સોલંકી સહિત ના રાજકીય આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠક માં જિલ્લામાં યુવા જોડો અભિયાન અંતર્ગત અનુસુચિત જાતિ મોરચા ની કામગીરી ને સૌએ બિરદાવી હતી.