શોભાયાત્રામાં હાથી,ઘોડા, બગી સાથે ડીજે અને બેન્ડના ભક્તિ સંગીતના સુરો રેલાયા..
શોભાયાત્રા ના માર્ગ ઉપર ઠેર ઠેર ઠંડા પાણી શરબત સહિતના સેવાકીય કેમ્પો કાર્યરત બન્યા..
પાટણ શહેર સહિત ભારત ભરના દેવીપુજક પટણી સમાજના પરિવારજ નોએ શોભાયાત્રામાં જોડાય ધન્યતા અનુભવી.
પાટણ તા. 21
પાટણના બકરાતપુર ખાતે આવેલ માઁ હડકમાઇ માતાની પવિત્ર ભૂમિ પર સમગ્ર પટણી દેવીપૂજક સમાજની આસ્થાનું કેન્દ્ર અને પટ્ટણી દેવીપૂજક સમાજ માટે કાશી અને હરદ્વાર સમાજના પવિત્ર દેવકાહર ધામ નિર્માણ પામેલ છે.
આ ધામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ત્રિ-દિવસીય મહોત્સવમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન શ્રી દેવકાહર ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. આ ત્રિ દિવસીય મહોત્સવ ના પ્રથમ દિવસે હોમ હવન તથા દેવી દેવતાઓની મૂર્તિઓનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું.આજે રવિવારે ભવ્ય શોભાયાત્રા શહેરના પ્રગતિ મેદાન ખાતે થી નીકળી રેલવે સ્ટેશન, બગવાડા,હિગળાચાયર ત્રણ દરવાજા, કનસડા મોતીશા દરવાજા થઈ દેવકાહર ધામ ખાતે પહોંચી હતી.
શોભાયાત્રા મોટી સંખ્યામાં પટણી સમાજ ના લોકો ગુજરાત ભર માંથી ઉપસ્થિત રહી શોભાયાત્રા માં જોડાયા હતા. અંદાજે 3 કિલો મીટર લાંબી આ શોભાયાત્રા યોજાઈ હતી.આ શોભાયાત્રામાં નિશાન ડંકો,એક હાથી, ચાર ધોડા,વીસ થી વધુ બગીઓ, દસ ટ્રેક્ટર, ધાર્મિક વેશભૂષા સાથે ના ટેબ્લો મળી 58 થી વધુ જાખીઓ જોડાઈ હતી. શોભયાત્રાના રૂટ પર ઠેરઠેર પાણી,શરબત ના સેવા કેમ્પ ઉભા કરવામાં આવ્યા હતા.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રણે દિવસ માતાજી ના ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના ત્રણે દિવસ જાહેર જનતાને કોઇ મુશ્કેલી ના પડે તે માટે પટણી સમાજના ગુજરાતભર માંથી આવેલા સ્વયં સેવકો ખડેપગે સેવા આપી રહ્યા છે.
આવતીકાલે સોમવારે દરેક મંદિર પરિસરમાં મંત્રોચાર સાથે માતાજી અને દેવી દેવતાઓ ને પ્રતિમાઓનું યજમાન પરિવારોના વરદ હસ્તે સ્થાપન કરવામાં આવશે પાટણ શહેર માં સૌ પ્રથમ વાર સમગ્ર દેવીપુજક પટણી સમાજ દ્વારા પોતા ના આરાધ્ય દેવ સહિત હડકાઇ માતાજી ના ઉત્સવ ને સફળ બનાવવા ઉત્સવ સમિતિ સહિતના યુવા નો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી છે.