પાટણ તા. 25 બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા પાટણ દ્વારા ચાણસ્મા તાલુકાના ભાટસર ગામે NRLM યોજનાના સંકલનથી સ્વ સહાય જૂથની બહેનોને આજીવિકાલક્ષી પાપડ, અથાણાં અને મસાલા બનાવટની ગૃહઉદ્યોગની તાલીમ મેળવી હતી. આ તાલીમમાં સ્વ સહાય જૂથની બહેનોએ આર્થિક રીતે સક્ષમ બને તે માટેની આજીવિકાલક્ષી તાલીમ આપવામાં આવી હતી. બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા પાટણ દ્વારા બહેનોને ગૃહ ઉદ્યોગમાં પાપડ, અથાણાં અને મસાલા બનાવટની રીત શીખવાડવામાં આવેલ હતી.સમાપન કાર્યક્રમ વખતે તાલીમાર્થી બહેનોએ સ્વરોજગારી શા માટે કરવી, માર્કેટ માટે સંસ્થા કઈ રીતે મદદરૂપ થઈ શકશે તેમજ ઉત્પાદિત વસ્તુનું ક્યાં વેચાણ કરવું તે બાબતે વિગતવાર માર્ગદર્શન સંસ્થાના નિયામક ઝૂલાજી દ્વારા આપવામાં આવ્યું હતું. ઉપરાંત તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બરોડા આરસેટી નિયામક ડૉ. રુદ્રેશ ઝૂલા, એસેસર હરેશભાઈ દરજી , નર્મદાબેન અને સ્ટાફ ઉપરાંત તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહી હતી.
NRLM યોજનાના સંકલનથી સ્વસહાય જૂથની બહેનોએ ગૃહઉદ્યોગની તાલીમ મેળવી.
Subscribe
Popular
More like thisRelated
પાટણ જિલ્લા પંચાયત ના વર્ષ 22-23 ના સુધારેલ બજેટમાં વિપક્ષનો વાંધો તો વર્ષ 23-24 નું બજેટ સવૉનુમતે મંજૂર કરાયું..
પાટણ જિલ્લા પંચાયત ના વર્ષ 22-23 ના સુધારેલ બજેટમાં વિપક્ષનો વાંધો તો વર્ષ 23-24 નું બજેટ સવૉનુમતે મંજૂર કરાયું.. ~ #369News
અયોધ્યા ઉત્સવને લઈને શ્રી પદ્મનાભ ભગવાન મંદિર પરિસરના હારીયા તેમજ મુક્તિધામ માર્ગની સફાઈ કામગીરી કરાઈ..
પાટણ તા. ૨૧અયોધ્યામાં તારીખ 22 મી જાન્યુઆરીના રોજ આયોજિત...
વણકર સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ પાટણ દ્વારા સુચીત સ્થળના ખાતમુર્હુત સાથે પ્રથમ શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો..
પાટણ તા. ૧૯વણકર સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ પાટણ દ્વારા રવિવારે...
મત આપવા માટેની બૂથ સ્લીપ મેળવવા 1950 પર SMS કરો અને માત્ર 15 સેકન્ડમાં જ મેળવો બૂથ સ્લીપ
પાટણ તા. ૩૦મતદાન એ જ મહાદાનનાં સુત્રને સાર્થક કરવા...