મોક્ષીય ભગવદ્ ત્રિ- દિવસીય મહાજ્ઞાન પર્વ સંસ્મરણ નો લાભ લઈ રહેલા શ્રાવકો ને વ્યસન મુકત બનવા શીખ અપાઈ
શ્રી ચામુંડા સેવક મંડળ પરિવાર દ્વારા શ્રી બાલકૃષ્ણ ગૌશાળાના નિર્માણ અને દીકરા-દીકરી સર્વાંગી વિકાસ માટે ત્રિ-દિવસીય મહા જ્ઞાન પવૅ ઉજવાયો.
પાટણ તા. 21
પાટણ શહેરના પદ્મનાભ ભગવાનના મંદિર સમીપ આવેલા બકુલ પાર્ટી પ્લોટ ખાતે પાટણ શહેરમાં સૌપ્રથમવાર તારીખ 19 મે.થી તારીખ 21 મી મે. રોજ રાત્રે 8-00 થી 11-00 એમ ત્રિદિવસીય મોક્ષીય ભગવદ્ મહાજ્ઞાન પર્વ સંસ્મરણ શ્રી બાલકૃષ્ણ ગૌશાળા ના નિર્માણ લાભાર્થે તેમજ દીકરા- દીકરીના સર્વાંગી વિકાસ અર્થે સદગુરુ સંત શ્રી પ્રમુખ દાદા(સબ કા કલ્યાણ હો) ના સાનિધ્યમાં શ્રી ચામુંડા સેવક મંડળ પાટણ પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે.મોક્ષીય ભગવદ્ ત્રિ-દિ દિવસય મહાજ્ઞાન પર્વ સંસ્મરણના પ્રથમ પાવનકારી દિવસે પ્રભુ બાળ ગોપાલ લાલાની પધરામણી, મંગલાચરણ, દીકરી સંસ્કાર સિંચન, ભૃણ હત્યા અને સામૂહિક આરતી પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો.
તો કલ્યાણકારી બીજા દિવસે ગૌ સેવા, ગૌ પાલન સંસ્કૃતિ, વ્યસન મુક્તિ, દારૂ, ગુટકા, બીડી, સિગરેટ, ડ્રગ્સ જેવા દૈત્યનું હનન કરી સમાજ બચાવો ખુદ બદલો બીજાને બદલાવો વિષય ઉપર સદગુરુ સંત શ્રી પ્રમુખ દાદા એ ઉપસ્થિત શ્રોતાઓ ને વ્યસન મુકત બનવાની અપીલ કરી મનની શાંતિ દ્રારા જ પરમાત્માની પ્રાપ્તિ શકય હોવાનું જણાવ્યું હતું.
પુણ્યશાળી ત્રીજા અંતિમ દિવસે ગૌસેવા, ગૌપાલન,સંસ્કૃતિ, સિદ્ધાંત, ગીતા પુરુષોત્તમ યોગ અધ્યાય 15,મોક્ષ સંન્યાસ યોગ 18 ઉપર સદગુરુ સંત શ્રી પ્રમુખ દાદા પોતાનું વક્તવ્ય પ્રદાન કરી આ મોક્ષીય ભગવદ્ ત્રિ દિવસીય મહાજ્ઞાન પર્વ સ્મરણમાં ઉપસ્થિત રહેલા તમામ ભાવિક ભક્તો ને શિવરાત્રી એ મહાકાળ ઉજ્જૈન મંદિરમાં મંત્રોચ્ચાર સિદ્ધ કરેલા રુદ્રાક્ષનું ઘરની સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રસાદ સ્વરૂપે વિતરણ કરી રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.
પાટણ શહેરના બકુલ પાર્ટી પ્લોટ ખાતે શ્રી ચામુંડા સેવક મંડળ પરિવાર દ્વારા આયોજિત કરાયેલા આ ત્રિ દિવસીય મહા જ્ઞાન પવૅ ના કાર્યક્રમને સફળ બનાવવા મંડળના સભ્યો સહિત સેવાભાવી યુવાનોએ જહેમત ઉઠાવી હતી.