શહેરના જલારામ મંદિર થી લીલીવાડી સુધી ના માગૅ ના પેચવર્ક નો પ્રદેશ ભાજપ પૂવૅ મહામંત્રી કે.સી.પટેલે પ્રારંભ કરાવ્યો.
પાટણ તા. 21
પાટણ શહેરનાં ઉબડ ખાબડ અને ખાડા પડી ગયેલા ભંગાર રોડ રસ્તાઓનાં સમાર કામ માટે છેલ્લા ઘણા સમય થી શહેરીજનો મા બુમરાડો ઉઠવા પામી હતી.ત્યારે શહેરી જનો ની બુમરાડો ને શાત કરવા આખરે પાલિકા સતા ધીશો દ્રારા શહેરનાં તુટેલા ફૂટેલાખાડાવાળા રોડ રસ્તાઓના પેચવર્ક ના કામો શરુ કરવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી શનિવારે રૂ. 1.35 કરોડના પેચવર્ક ના કામ માટે વકૅ ઓડૅર આપવામાં આવ્યો હતો. તો શહેર ના ઉબડ ખાબડ અને તૂટેલા માર્ગો નું પેચ વર્કનું કામ ચોમાસા પૂર્વે પૂર્ણ કરી દેવા સુચનાઓ પણ આપવામાં આવી હતી.
પાટણ નગરપાલિકા દ્વારા શહેરના ઉબડ ખાબડ અને તૂટેલા માર્ગોને પેચ વર્ક કરવા ના કામનો રવિવારે શહેરના જલારામ મંદિર થી ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ સહિતના રાજકીય આગેવાનો અને નગર પાલિકા ના સત્તાધિશો ની ઉપસ્થિત મા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પેચવર્ક અંગેની જાણકારી આપતાં પાલિકા પ્રમુખ સ્મિતાબેન અને કારોબારી ચેરમેન અરવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે, શહેરનાં મહત્વનાં રોડ કે જેની અત્યંત રિપેરીંગની તાકિદની જરુર છે તેવા જલા રામ મંદિર થી લીલીવાડી રોડ, રંગીલા હનુમાન થી ત્રણ દરવાજા–હિંગળાચાચર, બગવાડા, રેલ્વે સ્ટેશનનો રોડ, બગવાડાથી સુભાષચોક રોડ, સરદારની પ્રતિમાથી પારેવા સર્કલ રોડ અને જુનાગંજ ચોક વિસ્તાર માં પેચવર્ક નું કામ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
પાટણ નગરપાલિકા દ્વારા રવિવારથી શરૂ કરવામાં આવેલા પેચવર્કની કામ ગીરી નો પ્રારંભ જલારામ મંદિર ખાતેથી ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, પાલિકા બાંધકામ સમિતિ ના ચેરમેન શાંતીબેન ગીરીશભાઈ પટેલ,પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોર ભાઈ મહેશ્વરી, પક્ષના નેતા દેવચંદ ભાઈ પટેલ,કોર્પોરેટર શૈલેષભાઈ પટેલ સહિત પાલિકાના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.પાટણ શહેર ના ઉબડ ખાબડ અને તૂટેલા માર્ગોનું પાલિકા દ્વારા પેચ વર્કનું કામ શરૂ કરાતા શહેરી જનોએ રાહતની લાગણી અનુભવી હતી.