ક્લોરીન ની વધુ માત્રા વાળુ પાણી પીવાના ઉપયોગમાં ન લેવા પાલિકા પ્રમુખ નો અનુરોધ..
પાટણ તા. 21
સિધ્ધપુર નગરપાલિકા દ્વારા પાણીની ટાંકી અને પાઈપલાઈનો ત્રણ વાર કેમિકલ થી સફાઈ કયૉ બાદ રવિવારે વિસ્તારના અસર ગ્રસ્ત રહીશોને સૈફીપુરા ઝાંપલી પોળ વોટર વર્કસ સેન્ટર ઉપરથી પાણી આપવા માં આવશે જે પાણીમાં ક્લોરિન ની માત્રા વધુ હોઈ આ પાણી નો પીવા માટે ઉપયોગ નહીં કરવા અને માત્ર વાપરવાનો જ ઉપયોગ કરવા પાલિકા પ્રમુખ કૃપા બેન આચાર્ય દ્વારા અપીલ કરવામાં આવી હતી.
સિદ્ધપુર શહેરના ઉપલી શેરી વિસ્તારમાં નગર પાલિકાની પીવાના પાણીની લાઈન માં પાણી આવવાનું બંધ થઈ જતા સ્થાનિકો દ્વારા કોર્પોરેટરને રજૂઆત કરવા માં આવી હતી. પાલિકા દ્વારા ખોદકામ કરવા માં આવતા ચાર દિવસ માં ઉપલી શેરી,લાલડોશી શેરી વિસ્તારમાંથી શંકા સ્પદ મૃતદેહ ના કેટલાક અવશેષો મળી આવ્યા હતા. જે અવશેષોને સિદ્ધપુર સિવિલ માં પીએમ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
ત્યારે પાલિકા દ્વારા છેલ્લા ચાર પાંચ દિવસ થી ટેન્કર મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે હવે સિધ્ધપુર નગરપાલિકા દ્વારા ત્રણ વાર કેમિકલ દ્વારા સફાઈ કરી આજે વિસ્તારના અસરગ્રસ્ત રહીશોને સૈફીપુરા ઝાંપલી પોળ વોટરવર્કસ સેન્ટર ઉપરથી પાણી આપવામાં આવનાર છે જે પાણીમાં ક્લોરિન ની માત્રા વધુ હોઈ આ પાણી નો પીવા માટે ઉપયોગ નહીં કરતા માત્ર વાપરવાનો જ ઉપયોગ કરવો તેવી સિધ્ધપુર પાલિકા પ્રમુખ દ્રારા રહીશોને અપીલ કરવામાં આવી હતી.