fbpx

પાટણ યુનિ. હોસ્ટેલના છાત્રો માટે વોશીંગમશીન અને પ્લાસ્ટીકના કચરા ના નિકાલ માટે એટીએમ મશીન ઉપલબ્ધ બનાવાશે

Date:

કંપની દ્રારા પોતાના સ્વખર્ચે જમ્બો વોશીંગ મશીન મુકાશે તો એટીએમ મશીન યુનિવર્સિટી દ્રારા મુકવા વિચારણા..

પાટણ તા. 24
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ માં વિવિધ હોસ્ટેલ મા વોશીંગ મશીન કંપની દ્વારા જમ્બો વોશીંગ મશીન મુકવા માટે યુનિવર્સિટી ના સતાધીશો પાસે મંજૂરી માગવામાં આવી છે ત્યારે વિધાર્થી ઓને સુવિધા ઉપલબ્ધ બને તેવા આશય સાથે સતાધીશો દ્રારા આ બાબતે વિચાર વિમૅશ ના અંતે નિણૅય લેવામાં આવનાર હોવાનું યુનિવર્સિટી ના કા. રજીસ્ટાર ડો. ચિરાગ પટેલે જણાવ્યું હતું.

આ બાબતે માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્રારા વિદ્યાર્થી લક્ષી સુવિધાઓમાં વધારો થાય તે દિશામાં યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા સક્રિય પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.યુનિવર્સિટી કેમ્પસ માં પ્લાસ્ટીક ના કચરાનાં નિકાલ માટે એટીએમ મશીન મુકવા બાબતે તેમજ વોશીંગ મશીન કંપની દ્વારા પોતાના સ્વખર્ચે વિવિધ હોસ્ટેલ મા જમ્બો વોશીંગ મશીન મુકવા માટે આવેલ રજુઆત પગલે યુનિ.નાકા. કુલપતિ અને કા.કુલ સચિવ દ્વારા વિદ્યાર્થીઓની સગવડો માં વધારો થાય તે બાબતને અગ્રતા આપી ને વિવિધ પ્રોજેક્ટ અમલી બનાવવા ની દિશામાં હકારાત્મક અભિગમ સાથે કાર્યવાહી હાથ ધરાયેલ છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓને જાતે કપડાં ધોવાની તકલીફ હળવી થાય તે માટે જમ્બો વોશિંગ મશીન મૂકીને વિદ્યાર્થીઓને સગવડ કરી આપવા ની દિશામાં વિચારણા હાથ ધરાય છે.

વોશીંગ મશીનની જાણીતી કંપની દ્વારા યુનિવર્સિટીની હોસ્ટેલોમાં ચાર જેટલા જમ્બો વોશિંગ મશીન મુકવા માટે મંજૂરી માગવામાં આવી છે.યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલસચિવ ડો. ચિરાગ પટેલે આ અંગે જણાવ્યું હતું કે યુનિવર્સિટીના હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સગવડમાં વધારો થાય તે દિશામાં વિચારણા અંતર્ગત અમે વિવિધ યુનિવ ર્સિટી ઓની મુલાકાત દરમિયાન ધ્યાને આવેલ | કેટલીક નોંધપાત્ર બાબતોને અગ્રતા આપીને વિદ્યાર્થીઓની સુવિધાઓ વધે તે માટે વિચારણા હાથ ધરી છે.

હાયર કંપની દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ હોસ્ટેલોમાં 200 જેટલા વિદ્યાર્થી ઓની સંખ્યા વચ્ચે એક એમ ચાર જેટલા જમ્બો વોશિંગ મશીન મૂકવા તૈયારી દર્શાવાઈ છે. યુનિવર્સિટીની હોસ્ટેલોમાં આવા જમ્બો વોશિંગ મશીન કંપની દ્વારા પોતાના ખર્ચે મૂકી આપવાની તૈયારી દર્શાવાઇ છે. એટલું જ નહીં વોશિંગ મશીન માં કપડાં ધોવા માટેનો પાવડર તેમજ અન્ય મટીરીયલ અંગેનો ખર્ચ પણ કંપની દ્વારા કરવામાં આવનાર છે. આ માટે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ વોશિંગ મશીનમાં તેમના કપડાં ધોવાની સવલત પ્રાપ્ત થઈ શકે તે માટે મોબાઈલ એપ્લિકેશન દ્વારા તે માટેનો નોમિનલ ચાર્જ પે કરવાનો રહેશે.

આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં પ્લાસ્ટીકની બોટલો, કોથળીઓ સહિતના કચરાના આધુનિક ઢબે નિકાલ સાથે પર્યાવરણ જાળવણી ની દિશામાં એક નવતર અભિગમ રૂપે યુનિવર્સિટીમાં પ્લાસ્ટિક ના નિકાલ માટેનું આધુનિક એટીએમ મશીન લગાવવાની દિશામાં પણ સક્રિય વિચારણા હાથ ધરાઇ છે. આ એટી એમ મશીન માં પ્લાસ્ટીકની બોટલો, કોથળી ઓ સહિતની પ્લાસ્ટિકની વસ્તુઓ નાખતા તેનો નિકાલ થવા સાથે પર્યાવરણ ની દ્વષ્ટિએ પણ તે ફાયદાકારક હોવાનું જાણવા મળ્યું હતું. કેટલીક યુનિવર્સિટી ઓમાં આ પ્રકારના પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટેના એટીએમ મશીન લગાવાયેલ હોવાનું પણ કા.રજીસ્ટ્રાર ડો.ચિરાગ પટેલે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related