google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના શંખેશ્વર પંચાસર માર્ગ પર બે લક્ઝરી અને ઇકો વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાતા એકનું મોત..

Date:

ત્રીપલ અકસ્માતમાં છ જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બનતા તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ..

પોલીસે ઘટના સ્થળે દોડી આવી લાશનું પંચનામું કરી આગળની તજવીજ હાથ ધરી..

પાટણ તા.24
પાટણ જિલ્લાના હાઇવે માર્ગ ઉપર છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લા ના શંખેશ્વર પંચાસર માર્ગ પર બે લક્ઝરી અને ઇકો ગાડી વચ્ચે ત્રીપલ અકસ્માત સજૉતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવા નું તેમજ છ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ ત્રીપલ અકસ્માતની મળતી હકીકત મુજબ રાજસ્થાનના સુંધામાતા ના દર્શન કરી પરત ફરી રહેલ પઢાર પરિવાર પાટણ જિલ્લાના શંખેશ્વર પંચાસર માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ માર્ગ પરથી પસાર થઈ રહેલ બે લક્ઝરી અને ઈકો ગાડી વચ્ચે અગમ્ય કારણોસર અકસ્માત સર્જાતા ઇકો કારમાં સવાર એક વ્યક્તિનું ગંભીર ઈજાઓ ના કારણે મોત નીપજ્યું હતું.

તો અન્ય છ જેટલા વ્યક્તિઓને ઈજાઓ થતા તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે બાવળા રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.પાટણ જિલ્લાના શંખેશ્વર પંચાસર માર્ગ પર થયેલા ત્રીપલ અકસ્માત ની જાણ પોલીસ સહિતઆજુબાજુના લોકો ને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.તો પોલીસે મૃતકનું પંચનામું કરી તેની લાશને પીએમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

રોટરી કલબ પાટણ દ્રારા વાગડોદ શાળા અને આંગણવાડી ના બાળકો ને સ્વેટર વિતરણ કરાયું..

પાટણ તા. ૨૧પાટણના વાગડોદ પ્રાથમિક શાળા કન્યા શાળા તેમજ...

રાજપુર આઈટીઆઈ ખાતે કૌશલ્ય દિક્ષાત સમારોહ કાર્યક્રમ યોજાયો..

પાલિકા પ્રમુખ સહિતના મહાનુભાવો ના વરદ હસ્તે 500 થી...

હારીજ-રાધનપુર હાઇવે માર્ગ પર બે કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા..

માર્ગ પર આડેધડ વાહન પાર્કિંગોની સાથે હાઇવે વિસ્તારના વેપારીઓ...