google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ શહેર ભાજપ પ્રમુખે પોતા ના જન્મદિન પ્રસંગે હનુમાન ચાલીસા ના પાઠ નું પઠન કરાવ્યું..

Date:

કેક કાપી એકબીજાનું મોઢું મીઠું કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી..

પાટણ તા. 25
પાટણ શહેરની અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા અને ભારતીય જનતા પાર્ટી પાટણ શહેરના પ્રમુખ તરીકે ની જવાબદારી નિભાવી રહેલા કિશોરભાઈ મહેશ્વરીના જન્મદિન પ્રસંગે તેઓ દ્વારા તેઓના નિવાસ સ્થાને પાટણના જાણીતા સ્વર સંદીપ મ્યુઝિકલ કલબ ના સંદીપભાઈ ખત્રી અને તેમના કલાવૃદ દ્રારા સંગીતમય શૈલીમાં હનુમાન ચાલીસા ના પાઠ નું પઠન કરવામાં આવ્યું હતું.

આ ધાર્મિક પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, ગુજકોમાસોલ ના ડિરેક્ટર સ્નેહલ પટેલ, પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલ સહિત ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા, લાયન્સ પરિવાર તેમજ વિવિધ સંસ્થાઓના આગેવાનો, સભ્યો, પાટણ નગરપાલિકાના કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં પાટણના પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરીના જન્મદિન પ્રસંગે કેક કાપી એકબીજાનું મોઢું મીઠું કરી જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત સૌ આમંત્રિતોનું કિશોરભાઈ મહેશ્વરી પરિવારે શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related