સુસ્વાટા બંધ પવનના કારણે પતરાના સેડ ઉડયા તો વૃક્ષો પણ ધરાશાહી બન્યા…
જગતના તાત દ્વારા વાવેતર કરાયેલા બાજરીના પાકને નુકસાની ની ભીતી..
પાટણ તા. 24
પાટણ શહેરમાં બુધવારે સાંજના સુમારે એકાએક વાતાવરણમાં પલટો આવતા ધૂળ ની ડમરીઓ અને સુસવાટા બંધ પવન ફૂંકાવા ની સાથે વિજળી ના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.
સુસ્વાટા બંધ પવન સાથે આવેલા વરસાદ ના કારણે કેટલાક સ્થળે પતરા ના સેડ ઉડવા ની ઘટના, ઝાડ પડવાની ઘટના સજૉવા પામી હતી. તો પાટણ શહેરના ભદ્ર વિસ્તાર માં બીપીનભાઈ ની બોર્ડિંગ પાસે નું લીમડાનું ઝાડ પણ પવનના કારણે જમીનદોસ્ત થવા પામ્યુ હતું. જોકે આ સમયે આજુબાજુમાં કોઈ હોય નહીં જાન હાની ટળી હતી.
કમોસમી વરસાદના કારણે ખેડૂતોના વાવેતર કરાયેલા બાજરીના પાકને પણ નુકસાન થતાં જગતનો તાત પણ વિમાસણ માં મુકાયો હતો.તો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે જળ બંબાકાર ની સ્થિતિ પણ સર્જાવા પામી હતી.