google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ સહિત જિલ્લામાં આવેલા શ્રી રામદેવપીર બાબા ના મંદિર પરિસર ખાતે નૌમના પવિત્ર દિવસે ભક્તોએ નેજા ચડાવ્યાં..

Date:

શ્રી રામદેવપીર ની બાધા માનતા રાખનાર ભક્તોએ પદયાત્રા સાથે મંદિર પરિસર ખાતે આવી નેજા ચડાવ્યા..

પાટણ તા.24 પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં ધર્મપ્રેમી નગરજનો દ્વારા ધાર્મિક ઉત્સવો ની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે રવિવારને ભાદરવા સુદ નામના પવિત્ર દિવસે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આવેલા શ્રી રામદેવપીર ના મંદિર પરિસર ખાતે ભક્તજનો દ્વારા નેજા ચડાવવાનો ધાર્મિક પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો . પાટણ સમીપ આવેલા શ્રી અનાવાડા ગામના શ્રી રામદેવપીર મંદિર પરિસર ખાતે વહેલી સવારથી જ ભક્તજનો દ્વારા બાબાના મંદિર શિખર પર નેજાધારીને નેજા ચડાવી પોતાની મનોકામ ના પરિપૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી

તો કેટલાક ભક્તો દ્વારા રાખેલી પોતાની બાધા માનતા પરિપૂર્ણ કરવા પગપાળા પોતાના નિવાસ્થાનેથી નીકળી અનાવાડા ના શ્રી રામદેવપીર મંદિર પરિસર ખાતે આવી પૂજા અર્ચના સાથે બાધા માનતાના નેજા ચડાવી પોતાની બાધા પરિપૂર્ણ કરી હતી અનાવાડાના શ્રી રામદેવપીર મંદિર પરિસર ખાતે ભાદરવા સુદ નોમ ના પવિત્ર દિવસે મંદિર શિખર પર પ્રથમ નેજા ચડાવવાની ની ઉછમણી નો લાભ અનાવાડા ગામના સેવાભાવી અગ્રણી બલાભાઇ રાજાભાઈ ભરવાડ પરિવારે લઈ ધન્યતા અનુભવી હતી જયારે નેજા ની પ્રથમ આરતી નો લાભ દેસાઈ રમેશભાઈ ના પરિવારજનો એ પ્રાપ્ત કર્યો હતો.

શ્રી અનાવાડા ના રામદેવપીર મંદિરમાં પાતાળેશ્વર મહાદેવ,ગણપતિદાદા,ખીજડીયા ખેતરપાળ વીર દાદા ની સ્થાપના સવંત 1925 કરવામાં આવી હોવાનું અને આજ દિવસે અનાવાડા રામદેવપીર મંડળની સ્થાપના કરવામાં આવી હોવાનું તેમજ અણહીલ ભરવાડ ના નામથી અનાવાડા ગામ વસવાટ થયેલું હોવાનું મંદિર ના સેવકોએ જણાવ્યું હતું. આગામી ભાદરવા સુદ અગિયારસ ના પવિત્ર દિવસે અનાવાડાના શ્રી રામદેવપીર બાબા ના મંદિર પરિસર ખાતે રામદેવપીર નો ભવ્ય ભાતીગળ મેળો ભરાય છે અને આ દિવસે રાત્રે રામાપીર ભવાઈ મંડળ દ્વારા શ્રી રામાપીરનુ આખ્યાન કરવામાં આવતું હોવાનું સેવક ગણો એ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

જૈન ધર્મના મહાપર્વ પવૉ ધીરાજ પર્યુષણ નું મિચ્છામી દુકડડમ સાથે સમાપન કરાયું..

પાટણ તા. ૭જૈન ધર્મનાં મહાપર્વ ગણાતાં પર્વાધીરાજ પર્યુષણની શનિવારે...

પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને દલિત સમાજ ના આગેવાન દેવજીભાઈ પરમાર ને મૂર્તિ પુષ્પ શિલ્ડ એનાયત કરાયો..

પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને દલિત સમાજ ના આગેવાન દેવજીભાઈ પરમાર ને મૂર્તિ પુષ્પ શિલ્ડ એનાયત કરાયો.. ~ #369News