પાટણ તા. 25
કેન્દ્રની ભાજપ સરકારને નવ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા એક મહિના સુધી જનસંપર્ક અભિયાન અંતર્ગત પાટણ જિલ્લા મીડિયા પ્રભારી તરીકે પારુલ બેન પટેલને જવાબદારી આપવામાં આવી છે. જે અનુસંધાને ગુરૂવારે પાટણ ના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયા ના પત્રકારો સાથે બેઠકનું જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજન કરાયું હતું.
કેન્દ્રમાં વર્ષ 2014માં સ્પષ્ટ બહુમત સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તા ઉપર આવી હતી. અને ફરીથી વર્ષ 2019 માં પણ સ્પષ્ટ બહુમતી સાથે ભાજપ ની સરકાર સત્તા ઉપર આવી છે. ત્યારે કેન્દ્ર સરકાર ને નવ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. જે અનુસંધાન આગામી એક મહિના સુધી એટલે કે 30 મે થી 30 જૂન સુધી જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા વિવિધ જવાબદારીઓ આપવા માં આવી છે. ત્યારે પાટણ જિલ્લા ભાજપ મીડિયા પ્રભારી તરીકે પ્રદેશ ટીવી ડિબેટ પ્રવક્તા પારૂલબેન પટેલને પાટણ અને મહેસાણા જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.જેના ભાગરૂપે ગુરૂવારે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકારો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોર,શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી,મીડિયા સંકલન હેમંત ભાઈ તન્ના,પાટણ લોક સભા મીડિયા ઇન્ચાર્જ ગોવિંદભાઈ પ્રજાપતિ, સંગીતાબેન જોશી ની ઉપસ્થિતિ માં યોજાયેલી આ બેઠક માં પારુલબેન પટેલે આગામી એક મહિના સુધી કેન્દ્રની ભાજપ સરકારે કરેલી કામગીરી અને છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ પહોંચી તે માટે એક મહિના સુધી વિવિધ કાર્યક્રમ કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ઐતિહાસિક નિર્ણય કલમ 370 હટાવી દેશને એકતા ના તાંતણે બાંધવામાં આવ્યો છે.ટ્રિપલ તલાક, રામમંદિરનું ભવ્ય નિર્માણ સહિત અનેક ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યા છે. તેવું તેમણે મિડિયા સમક્ષ જણાવ્યું હતું.