સમર સ્કીલ વર્કશોપથી તાલીમાર્થીઓનાં જીવનમાં આમૂલ પરિવર્તન આવશે : કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત..
પાટણ તા. 25
રોજગાર અને તાલીમ નિયામકની કચેરી ગાંધીનગરના કાર્યક્ષેત્ર હેઠળની ઔધોગિક તાલીમ સંસ્થા સિધ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે સમર સ્કીલ વર્કશોપ સમારંભ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કેબિનેટ મંત્રીએ ઔધોગિક તાલીમ સંસ્થાના તાલીમાર્થીઓનું પ્રદર્શન નિહાળ્યું હતું ત્યારબાદ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને તાલીર્થીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
સમર સ્કીલ વર્કશોપ સમારંભ સમારોહને સંબોધતા માનનીય મંત્રીએ જણાવ્યું, વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિના લીધે ગુજરાત 20 વર્ષમાં સૌથી વઘુ રોજગારી આપનાર રાજ્ય બન્યું છે.બજેટ વખતે ચિંતન મનન કરી સમર સ્કીલ વર્કશોપ માટે 5 કરોડની ફાળવણી કરવામાં આવી. જેનો લાભ રાજ્યના ધોરણ 5 થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ લેશે. સમગ્ર ગુજરાતમાં 288 ઔધોગિક તાલીમ સંસ્થાઓમાં સમર સ્કીલ વર્કશોપ નો લાભ મળશે. ગર્વ લેવાની વાત છે કે સમર સ્કીલ વર્કશોપના પોર્ટલ 21000 થી વધુ તાલીમાર્થીઓએ નોંધણી કરાવી છે. તેનાથી તાલીમાર્થીઓનાં જીવન માં આમૂલ પરિવર્તન આવશે .
આજે વિદ્યાર્થી સ્કિલમાં આગળ વધે તે માટે ગુજરાત સરકાર ચિંતા કરી રહી છે. ભારત દેશ વિશ્વના દેશો સાથે કદમ મિલાવી શકે તે માટે સ્કીલ યુનિવર્સિટીનું નિર્માણ કરવા માં આવી રહ્યુ છે. હું દેશના યુવાઓને આહવાન કરુ છુ કે તેઓ 21 મી સદીમાં વાઈફાઈ અને ટેકનોલોજીના જમાનામાં સમય સાથે કદમ મિલાવીને આગળ વધે. રાજ્યમાં 288 સરકારી ઔધોગિક તાલીમ સંસ્થાઓમાં સમર સ્કીલ વર્કશોપ યોજવા માટે વિદ્યાર્થી દીઠ ₹ 500 લેખે સરકાર દ્વારા ₹500, 00લાખની નાણાકીય જોગવાઈ અંગેનો ઠરાવ કરવામાં આવેલ છે.
સમર સ્કીલ વર્કશોપ દરમ્યાન વિદ્યાર્થી ઓને વ્યવસાયિક તાલીમનું માર્ગદર્શન મળી રહે તે હેતુસર વિવિધ સેક્ટર વ્યવસાય જેવાકે ઇલેક્ટ્રિકલ, ઓટો મોબાઇલ, હાઉસ વાયરીંગ, કોમ્પુટર, ગારમેન્ટ, બ્યુટીશિયન અંગેની વિવિઘ એકટીવીટી દ્રારા તાલીમ આપવામાં આવશે. આ તાલીમ થી વિદ્યાર્થીઓ વોકેશનલ તાલીમ પ્રત્યે જાગૃતતા વધશે. હાઉસ હોલ્ડ સ્કીલ એકટીવીટીમાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓના સ્કિલ ટ્રેનિંગ પ્રત્યેનો ઉત્સાહ વધશે. રાજ્યની તમામ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થાઓમાં દરરોજના 02 કલાક – 5 દિવસ/2.5કલાક -4 દિવસ/5 કલાક -0.2 દિવસ સમર સ્કીલ વર્કશોપ અંતગર્ત 20 તાલીમાર્થીઓની બેન્ચ મુજબ તાલીમ આપવાનું આયોજન છે.
ઔધોગિક તાલીમ સંસ્થા સિધ્ધપુર મુકામે 400 જેટલા તાલીમાર્થીઓને સમર સ્કીલ વર્કશોપ અંતગર્ત તાલીમ આપવા નું આયોજન કરવામાં આવે છે.આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, જીલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા,અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, નિયામક રોજગાર ખાતું શ્રીમતી ગાર્ગી જૈન, પ્રાંત અધિકારી સંકેત પટેલ , સંગઠનના હોદ્દેદાર નંદાજી ઠાકોર ,ચેરમેન વિષ્ણુ ભાઇ પટેલ,નાયબ નિયામક કે.બી.પટેલ,જશુભાઇ પટેલ ઉપરાંત મોટી સંખ્યમાં તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.