fbpx

પાલિકા તંત્રની ટીમે આખરે સ્વાગત ફરિયાદના હુકમને ધ્યાનમાં રાખી શાંતિનાથ સોસાયટીના દબાણો દૂર કરવાની ફરજ પડી..

Date:

દુકાનો,મકાનો અને વાડાના ત્રણ જેટલા પાકા બાંધકામો જેસીબી મશીન ની છ કલાકની જહેમત બાદ દૂર કરાયા…

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકા તંત્ર દ્વારા હાથ ધરાયેલી દબાણ હટાવો કામગીરી ને લઈ દબાણકારોમાં ફફડાટ વ્યાપ્યો…

પાટણ તા. 4 પાટણ શહેરના ઊંઝા ત્રણ રસ્તા નજીક આવેલ સિધ્ધપુર હાઇવે માર્ગ પરની શાંતિનાથ સોસાયટીમાં કેટલાક લોકો દ્રારા વાડાઓ, દુકાનો અને મકાનોના ગેરકાયદેસર કરેલા દબાણો દુર કરવા મામલે અરજદાર દ્રારા કલેકટર ના સ્વાગત કાર્યક્રમમાં કરાયેલ રજુઆત ને ધ્યાનમાં રાખીને શુક્રવારે કલેકટર ના આદેશ થી પાલિકા તંત્ર અને પોલીસ ટીમે શાંતિનાથ સોસાયટી ના ગેરકાયદેસર ના વાડા, દુકાનો અને મકાનના ત્રણ જેટલા પાકા દબાણો એક જેસીબી મશીન અને છ ટ્રેક્ટરની મદદથી દુર કરવાની કાર્યવાહી હાથ ધરતા દબાણકતૉ ઓમા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

આ મામલે મળતી હકીકત મુજબ પાટણ નગરપાલિકા તંત્ર સમક્ષ જાગૃત નાગરિકો દ્વારા અવાર નવાર કેટલાક મોહલ્લા, પોળો અને સોસાયટી વિસ્તારના ગેર કાયદેસરના બાંધકામો કરી કરાયેલા દબાણો દૂર કરવા રજુઆત કરવામાં આવતી હોય છે. તો કેટલાક નડતરરૂપ દબાણો દુર કરવા અરજદારો ને કલેકટર ના સ્વાગત ફરિયાદ નો સહારો લેવો પડતો હોય છે.

ત્યારે પાટણ શહેરના ઊંઝા ત્રણ રસ્તા નજીક આવેલ સિધ્ધપુર હાઇવે પરની શાંતિનાથ સોસાયટીમાં કેટલાક માથાભારે રહીશો દ્વારા સોસાયટીના માર્ગ પર પાકી દુકાનો ના બાંધકામ તેમજ ગેરકાયદેસરના વાડાઓ અને મકાન આગળ દબાણ કર્યા હોવાની જાણ પાલિકા તંત્રને અનેક વખત કરવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા આ ગેરકાયદેસરના દબાણો દૂર નહીં કરાતા આખરે આ ગેરકાયદેસરના દબાણો દૂર કરવાનો મામલો જિલ્લા કલેકટરના સ્વાગત ફરિયાદ નિવારણ માં પહોંચતા દબાણ કરતા અને નોટીસો આપી દબાણ દૂર કરવાની ચેતવણી આપવામાં આવી હતી.

પરંતુ દબાણકારો દ્વારા તંત્ર ની નોટીસો ની અવગણના કરી પોતાના ગેરકાયદેસરના દબાણો દૂર નહીં કરતા શુક્રવારે આ દબાણો દૂર કરવા મામલે કલેકટર દ્વારા પાલિકા તંત્રને સૂચિત કરાતા પાલિકાના ચીફ ઓફિસર સંદિપ પટેલ, એસઆઈ મુકેશ રામી, પાલિકા એન્જિનિયર સહિતના 15 જેટલા સ્ટાફે પૂરતા પોલીસ બંદોબસ્ત વચ્ચે એક જેસીબી મશીન અને છ ટેકટર ની મદદ વડે શાંતિનાથ સોસાયટીના ગેરકાયદેસરના દબાણો દૂર કરવાનું અભિયાન હાથ ધરતા દબાણ કરતાં ઇસમોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પાલિકા તંત્ર દ્વારા શાંતિનાથ સોસાયટીના ગેરકાયદેસરના દબાણો દૂર કરવાની કામગીરી અંદાજિત છ એક કલાક સુધી ચાલી હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સિધ્ધપુરના ઉપલી શેરી વિસ્તારમાં પાણી ની પાઇપ ના ખોદ કામ દરમિયાન પાઈપ લાઇન માંથી યુવતી ની લાશ ના અવશેષો મળ્યા..

સિધ્ધપુરના ઉપલી શેરી વિસ્તારમાં પાણીની પાઇપ ના ખોદકામ દરમિયાન પાઈપ લાઇન માંથી યુવતી ની લાશ ના અવશેષો મળ્યા.. ~ #369News

પાટણમાં રાત્રિ ફરજ બજાવતા હોમગાર્ડને તેની જ લાકડી વડે તસ્કરે ધોઈ નાખ્યો..

હોમગાર્ડ ઉપર હુમલો કરનાર તસ્કરને ગણતરીના કલાકમાં ઝડપી કોર્ટમાં...

પાટણ રાજપૂત સમાજ દ્વારા સમૂહમાં શસ્ત્ર પૂજન કરાયું..

પાટણ તા. 24પાટણ શહેર રાજપૂત સમાજ દ્વારા મંગળવારે વિજયાદશમી...