google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

‘’મારી માટી,મારો દેશ’’ થીમ અંતર્ગત થનાર ઉજવણીનાં અનુસંધાને અગ્ર સચિવ (પંચાયત)ની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ યોજાઈ ..

Date:

પાટણ તા. 3 આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે આ વર્ષની ઉજવણીની થીમ ‘’મારી માટી,મારો દેશ’’ રાખવામાં આવી છે. જેને અનુલક્ષીને પાટણ જિલ્લા સેવા સદન ખાતે મુખ્ય અગ્ર સચીવ પંચાયતની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સ મારફતે રાજ્યના દરેક અધિકારીઓને કેમ્પેઈન અંતર્ગત કરવાની થતી કામગીરીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ વર્ષે તા.9 મી ઓગષ્ટથી સમગ્ર માસ દરમિયાન ‘’મારી માટી,મારો દેશ’’ અતર્ગત ‘’માટીને વંદન, વીરોને વંદન’’ ટેગલાઈન સાથે સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. તા.9 થી 15 ઓગષ્ટ સુધી પંચાયત કક્ષાએ કાર્યક્રમો કરવામાં આવશે. તા.12 થી 20 ઓગષ્ટ સુધી તાલુકા કક્ષાએ, ત્યારબાદ અંતિમ કાર્યક્રમ તા.30 ઓગષ્ટના દિલ્હી ખાતે કર્તવ્યપથ પર યોજાશે.

ઉજવણીમાં દરેક ગામોથી લઈને તાલુકા, જિલ્લા કક્ષાએ કાર્યક્રમો યોજાશે. આ કેમ્પેઇન અંતર્ગત સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીને તેઓને નમન કરી શ્રદ્ધાંજલી આપવામાં આવશે. ‘’મારી માટી,મારો દેશ’’ અંતર્ગત સમગ્ર પાટણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો જોડાશે. પાટણ જિલ્લાની કોલેજ, શાળાઓ, સંસ્થાઓ, પોલીસ સ્ટેશનો દરેક જગ્યાએ ‘’મારી માટી,મારો દેશ’’ કેમ્પેઈન અંતર્ગત ઉજવણી કરવામાં આવશે. વિડિયો કોન્ફરન્સ બેઠકમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની સાથે જિલ્લા વિકાસ અધિકારીડી.એમ. સોલંકી, જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ, જિલ્લા પોલીસ વડા રવીન્દ્ર પટેલ તેમજ વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સમીપ આવેલા અનાવાડા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ ગામ તોરણ બંધાયુ..

પાટણ સમીપ આવેલા અનાવાડા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ ગામ તોરણ બંધાયુ.. ~ #369News

પાટણમાં રૂ. 32 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથે હેરિટેજ રેલ્વે સ્ટેશન નું નિર્માણ થશે..

રવિવારે પાટણના સાંસદના વરદ હસ્તે નવીન હેરિટેજ રેલ્વે સ્ટેશનનું...