પાટણ તા. ૧૧
પાટણ શહેર અને જિલ્લામાં પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતાં મુસ્લિમ સમાજે ગુરૂવારે ઇદ-ઉલ-ફિત્ર (રમજાન ઇદ) નિમિત્તે વિશેષ નમાજ અદા કરી ખુદા તાલાની બંદગી ફરમાવી હતી. ઈદની નમાઝ અદા કરવા દરેક મસ્જિદ માં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ શહેરમાં આવેલ કાજીવાડો પાવર હાઉસ ની સામેના દિબાજ કોમ્પ્લેક્સ ના માલિક ઉંમર ખાન રાઉમા એ પોતાન વિસ્તારમાં નમાજ માટે આવેલા મુસ્લિમ બિરાદરો સહિત વિસ્તારના લોકો માટે નિશુલ્ક દૂધ કોલ્ડ્રીન્કસ નો સેવા કેમ્પ યોજી દુધ કોલ્ડ્રીકસ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ નિશુલ્ક સેવા કેમ્પનો દરમ્યાન મુસ્લિમ બિરાદરો સહિત આ વિસ્તારમાં રહેતા હિંદુ ભાઈઓએ એક બીજા ને ગળે ભેટી ઈદ ની મુબારક બાદી પાઠવી દુધ કોલ્ડ્રીંકસની જ્યાફત માણી ઉમર ખાન રાઉમાની સેવા પ્રવૃતિને બિરદાવી હિન્દુ મુસ્લિમ ના ભાઈચારાની ભાવનાને સરાહનીય લેખાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી