યુનિવર્સિટી સંલગ્ન ઉત્તર ગુજરાતની 400 થી વધુ કોલેજનાં 70,000 વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી..
પાટણ તા. ૧૬
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ની માર્ચ જૂનની વાર્ષિક સ્નાતક સેમ 6 અને અનુસ્નાતક સેમ 4 ની યુનીવર્સીટી સંલગ્ન ઉત્તર ગુજરાતની 400 થી વધુ કોલેજના 120 સેન્ટર પર 41 પરીક્ષા નો શનિવારે શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. યુનીવર્સીટી દ્રારા લેવામાં આવી રહેલ સ્નાતક કક્ષાની સેમ- 6 અને અનુસ્નાતક કક્ષાની સેમ- 4 ની પરિક્ષામાં કુલ 70,000 પરીક્ષાર્થીઓએ પરિક્ષા આપી હોવા નું અને તમામ પરીક્ષા સેન્ટર પર ત્રણ સેસન માં પરિક્ષા લેવામાં આવી રહી હોવાનું યુનીવર્સીટી ના પરિક્ષા વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.
પ્રથમ સેસન સવારે 8:30 થી 11,બીજો સેસન 12 થી 2:30 અને ત્રીજું સેસન 3 થી 5:30 સુધી રાખવામાં આવેલ. આ પરીક્ષાઓની અંદર સેન્ટ્રલાઈઝ ઓબ્ઝર્વેશન પદ્ધતિ અમલમાં મૂકવામાં આવેલ હોય પરિક્ષા શાંતિપૂર્ણ માહોલ માં પ્રારંભ થઈ હોવાનું પણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ ના સુત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી